News Continuous Bureau | Mumbai
શિવસેના(Shiv Sena)પક્ષ પ્રમુખ(Party President) ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) ચિંતામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. વર્ષોથી શિવસેનાનું મુખ્યાલયલ(Shiv Sena headquarters) મુંબઈના મધ્યવર્તી વિસ્તાર ગણાતા દાદરમાં(Dadar) આવેલું છે. હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(Chief Minister Eknath Shinde) શિવસેના ભવનની(Shiv Sena Bhavan) બાજુમાં હવે પોતાના જૂથનું સેના ભવન ઊભું કરવાનો નિર્ણય લીધો છે.
શિવસેના વર્ષોથી દાદરમાં આવેલા પોતાના મુખ્યાલયમાંથી મુંબઈ સહિત રાજ્યને લગતા નિર્ણય લેતી આવી છે. શિવસૈનિકો(Shivsainiks) માટે સેના ભવન બહુ મહત્વનું સ્થળ માનવામાં આવે છે. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેએ શિવસેના અને શિવસેનાના ચિન્હ ધનુષબાણ(Shiv Sena's symbol) તો પોતાનો અધિકાર ગણાવી રહ્યા છે. આ દરમિયાન શિવસેના ભવન પર પણ તેઓ દાવો કરશે એવું માનવામાં આવતું હતું. જોકે તેને બદલે તેમણે હવે દાદરમાં શિવસેના ભવન પાસે જ પોતાના ગ્રુપનું પ્રતિ સેના ભવન ઊભું કરવાનો નિર્ણય લીધો છે.
દાદરના ધારાસભ્ય અને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયેલા સદા સરવણકરે(Sada Saravankar) શુક્રવારે જાહેરાત કરી હતી કે શિંદે ગ્રુપ દાદરમાં શિવસેના ભવન નજીક પોતાની મુખ્ય ઓફિસ બનાવશે. અહીં મુખ્ય પ્રધાન શિંદે નાગરિકોને મળશે અને તેમની સમસ્યાનો નિવેડો લાવશે. એ સિવાય મુંબઈ સહિત રાજ્યના દરેક જિલ્લામાં પણ પોતાની ઓફિસ ઊભી કરશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર ભાજપમાં થયા મોટા ફેર બદલ-પાર્ટીએ આ ધારાસભ્યને મુંબઈ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા