News Continuous Bureau | Mumbai
છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈ(Mumbai) સહિત રાજ્યભરમાં ફરી ભારે વરસાદ(Heavy rain) શરૂ થયો છે. જેના કારણે રાજ્યભરમાં અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે. દરમિયાન ખંડાલા અને લોનાવાલા વચ્ચે ભૂસ્ખલન(Landslide)ને કારણે લોનાવલા(Lonavala)માં મંકી હિલ(monkey hill) પાસે પુણે(Pune)થી મુંબઈ જતી રેલવે લાઈનમાં તિરાડ પડી ગઈ છે. જેના કારણે રેલવે ટ્રેકને થોડું નુકસાન થયું છે. પુણેથી મુંબઈ તરફનો રેલ વ્યવહારRail traffic) ઠપ થઈ ગયો છે. હાલ તિરાડો દૂર કરવાની કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર
રેલવે પ્રશાસને જાણકારી આપી છે કે અપ લાઇનમાં આ તિરાડને કારણે મુંબઈ જતી ટ્રેન સેવા બંધ છે. અપ લાઇન પરનો ટ્રાફિક મિડલ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ અપ લાઇન પ્રી પોઝિશન સુધી પહોંચવામાં સમય લાગશે.