News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ED) બાદ હવે ઈન્કમ ટેક્સ વિભાગ(Income tax department) પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળ(West Bengal) બાદ મહારાષ્ટ્ર(Maharashtra)માં પણ ઈન્કમ ટેક્સ વિભાગની રેડ(Raid)માં મોટા પ્રમાણમાં રકમ મળી છે.
મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના જાલનામાં, આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં વિભાગને મોટી માત્રામાં બેનામી સંપત્તિ(property) મળી આવી છે. લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ ઇન્કમ ટેક્સ વિભાગે(IT department) જપ્ત કરી છે. તેમાં 58 કરોડ રૂપિયા કેશ, 32 કિલો સોનું, ડાયમંડ અને ઘણી પ્રોપર્ટીઓના પેપર મળ્યા છે.
#Maharashtra: IT department raids on the premises of steel traders in #Jalna
390 crore benami property seized, 58 crore cash and 52 kg gold recovered#IT #Raid pic.twitter.com/PN9uSIiD9a
— Deepak Maurya (@DeepakM4868) August 11, 2022
રેડમાં મળેલી કેશને ગણવામાં વિભાગને 13 કલાકનો સમય લાગ્યો છે. ઈન્કમ ટેક્સે 1થી 8 ઓગસ્ટની વચ્ચે આ કાર્યવાહી કરી છે. ઈન્કમ ટેક્સ વિભાગની નાસિક બ્રાન્ચે આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજ્યના 260 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આઈટીના કર્મચારીઓ પાંચ ટીમોમાં વહેંચાયેલા હતા અને રેડમાં 120થી વધુ ગાડીઓનો ઉપયોગ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : આટલા રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ મોબાઇલ ફોન ભારતમાં નહીં મળે
કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળેલી રોકડની ગણતરી સ્ટેટ બેંક ઓફ જાલના(State Bank of Jalna)ની શાખામાં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સવારે 11 વાગ્યાથી રોકડ ગણવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને રાત્રે લગભગ એક વાગ્યા સુધીમાં રોકડ ગણવાનું કામ પૂરું થઈ ગયું હતું. ઈન્કમ ટેક્સ વિભાગે મની લોન્ડરિંગ એંગલથી તપાસ શરૂ કરી છે.