News Continuous Bureau | Mumbai
ટ્રાફિકના નિયમોનું (Traffic rules) ઉલ્લંઘન કરવા બદલ વાહનચાલકો(Motorists) સામે પગલાં લેવામાં આવે છે. એટલે સુધી કે ટ્રાફિક અધિકારીઓ(traffic officers) પાસેથી પણ નિયમનું ઉલ્લંઘન(rule violation) થાય તો પૈસા કાપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ટ્રાફિક ઉલ્લંઘન કરનારને જેલની સજા(Jail sentence) થઈ શકે છે પરંતુ શું તમે જાણો છો કે નો હોર્ન ઝોનમાં(no horn zone) હોર્ન વગાડવાથી પણ તમને દંડ થઈ શકે છે.
મુંબઈ શહેરમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં હોર્ન વગાડવા પર કાયમી પ્રતિબંધ છે. આ જગ્યાઓને નો હોર્ન પ્લેસ(Horn Place) અથવા નો હોર્ન ઝોન કહેવામાં આવે છે. આ વિસ્તારોમાં શાળાઓ(schools), હોસ્પિટલ પરિસર(Hospital premises) અને તેની આસપાસના રસ્તાઓ નો હોર્ન ઝોન શ્રેણીમાં આવે છે. જો આ જગ્યાઓ પર નો હોર્ન ઝોન કે સાઈન બોર્ડ(Sign board) લગાવવામાં આવેલ હોય અને તમે હોર્ન વગાડતા પકડાઈ જાઓ તો તમારે હજારો રૂપિયાનો દંડ ભરવો પડશે
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો
અવાજનું પ્રદૂષણ(Noise pollution) ઘટાડવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. તેથી લોકોએ નો હોર્ન ઝોનમાં હોર્ન ન વાગવું જોઈએ. આથી જરૂર પડ્યે હોર્નનો ઉપયોગ કરવાનું પણ ટ્રાફિક પોલીસે પોતાના પરિપત્રમાં જણાવાયું છે.