News Continuous Bureau | Mumbai
વિશ્વના ટોચના 10 અબજોપતિ(Billionaire)ઓની સંપત્તિ(wealth)માં મોટો ફેરફાર થયો છે. થોડા સમય પહેલા અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી(Gautam Adani)એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance industries limited)ના માલિક મુકેશ અંબાણી પાસેથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવી લીધો હતો. હવે તે સૌથી વધુ સંપત્તિના મામલે અબજોપતિ જેફ બેઝોસ(Jeff Bezos)ને પણ પાછળ છોડી શકે છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર સંપત્તિના મામલે અદાણી બેઝોસથી માત્ર એક ક્રમ નીચે છે. યાદી અનુસાર જેફ બેઝોસની કુલ સંપત્તિ 165.1 બિલિયન ડોલર છે. તેઓ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે ગૌતમ અદાણી $131.5 બિલિયન ડોલરની નેટવર્થના માલિક છે અને વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે.
આ સમાચાર પણ વાંચો : ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ ના શો છોડવા પર સામે આવી રાજ અનડકટ ની પ્રતિક્રિયા-કહી આ વાત
ઉલ્લેખનીય છે કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્ષ 2022માં વિશ્વના તમામ ટોચના અમીરોમાં સૌથી વધુ કમાણી કરનાર છે.