News Continuous Bureau | Mumbai
પહેલાથી મોંઘવારીનો(of inflation) માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકોને મોંધવારીનો વધુ ફટકો પડે એવી શક્યતા છે. રાજ્ય સરકાર(State Govt) સંચાલિત GAIL લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવતા કુદરતી ગેસના(Natural gas) ભાવમાં 18% વધારો થયો છે. એ સાથે જ સીએનજી(CNG), પીએનજી(PNG) પણ મોંઘા થયા છે.
રાજ્ય સંચાલિત GAIL દ્વારા શહેરને ગેસ પૂરો પાડવામાં આવે છે, જેમાં કુદરતી ગેસની કિંમતમાં સોમવારથી માસિક સુધારામાં 18% વધીને 10.5 ડોલર પ્રતિ mmBtu થઈ ગઈ છે. ગત નાણાકીય વર્ષના માર્ચ મહિનાના અંતે સિટી ગેસ કંપનીઓએ(City gas companies) સ્થાનિક સપ્લાય માટે ચૂકવેલા દર કરતા સાડા ત્રણ ગણા અને ગયા ઓગસ્ટના લગભગ છ ગણા છે.
આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે માઠા સમાચાર-અદાણીએ CNGની કિંમતોમાં ફરી કર્યો વધારો-જાણો કેટલા રૂપિયા વધ્યા
ગેઈલ (GAIL) શહેરની ગેસ કંપનીઓને સમાન દરે ઘરેલુ અને આયાતી એલએનજીનું(imported LNG) મિશ્રણ ગેસ સપ્લાય કરે છે. જે સીએનજી અને પાઈપલાઈન વાળા કિચન ફ્યુલના(kitchen fuel) ગ્રાહકોને ભાવ વધારો કરે એવી શક્યતા છે. ગ્રીન ગેસ લિમિટેડએ(GREEN GAS LIMITED) લખનઉમાં સોમવારે સીએનજીના દર 5.3 રૂપિયા કિલો વધારીને 96.10 રૂપિયા પ્રતિ કિલો કરી નાખ્યા છે.