News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ(Former Minister) પર્યાવરણ મંત્રી(Environment Minister) આદિત્ય ઠાકરેનો(Aditya Thackeray) અઝાન(Azan ) દરમિયાન થોડી મિનિટો માટે ભાષણ બંધ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પછી મસ્જિદોમાં(Masjid) લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker Row) ફરી ચર્ચામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના શુક્રવારે મુંબઈના ચાંદીવલીમાં(Chandivali) બની હતી.
આદિત્ય ઠાકરેની ચાંદિવલીની મુલાકાત તેમની 'નિષ્ઠાયાત્રા'(Nishtha Yatra) નો એક ભાગ હતી, જે તેમણે એક અઠવાડિયા પહેલા શરૂ કરી હતી. આદિત્ય ઠાકરે શિવસેનાના કાર્યકર્તાઓ(Shivsena Workers) સાથે વાતચીત કરવા માટે મહારાષ્ટ્રના(Maharashtra) વિવિધ ભાગોમાં 'નિષ્ઠા યાત્રા' કાઢી રહ્યા છે.
@AUThackeray ji stops during azaan Love and respect @Iamrahulkanal ji #myleadermypride pic.twitter.com/jLA45yUj33
— Hussain Mansuri (@HussainMansuri_) July 28, 2022
શિવસેના પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) પુત્ર આદિત્ય ઠાકરેના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે અઝાન શરૂ થાય છે ત્યારે આદિત્ય ઠાકરે સ્ટેજ પર બે મિનિટ માટે પોતાનું ભાષણ અટકાવી દે છે. અઝાન પૂર્ણ થયા પછી, તે ફરીથી પોતાનું ભાષણ શરૂ કરે છે.
અઝાન દરમિયાન આદિત્ય ઠાકરેનું ભાષણ બંધ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો તેના પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આદિત્યના દરેક ધર્મ પ્રત્યેના સન્માનને યોગ્ય ઠેરવી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ બાબતને લાઉડસ્પીકર વિવાદ સાથે જોડી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ભગતસિંહ કોશિયારી એ ગુજરાતીઓની ખુશામત કરી એમાં કોંગ્રેસના પેટમાં ચૂંક્યું- આપ્યું આવું નિવેદન
અહીં ઉલ્લેખનીય છે કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિવાદ સમયે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી. તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) વડા રાજ ઠાકરેએ(Raj thackeray) જાહેર કર્યું હતું કે તેઓ મસ્જિદોમાં લાઉડસ્પીકરની વિરુદ્ધ છે. જો મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવામાં આવે છે, તો તેઓ તેની બહાર હનુમાન ચાલીસાનો(Hanuman chalisa) પાઠ કરશે. આદિત્ય ઠાકરેએ તે સમયે વિવાદને બિનજરૂરી ગણાવ્યો હતો.