News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(TMKOC) ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવો શો છે જે દરેક ઘરમાં ઘણો લોકપ્રિય છે, પરંતુ તે સાથે શોના ઘણા એક્ટર્સ પણ પોપ્યુલર છે. તેમાથી એક નામ છે ‘મુનમુન દત્તા’(Munmun Dutta)નું, જે આ શોમાં બબીતાની ભૂમિકા નિભાવે છે. શોમાં આમ તો બબીતા જી અય્યરની પત્નીના રોલમાં જાેવા મળતી, પરંતુ અય્યર કરતા વધારે તે જેઠાલાલની (Jethalal)સાથે પોતાની કેમેસ્ટ્રીના કારણે વધારે ઓળખાતી. ઉલ્લેખનીય છે કે જેઠાલાલ હંમેશાંથી જ તેની સાથે ફ્લર્ટ કરતો જાેવા મળતો અને બંનેનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. તેમજ તારક મહેતાના શો સિવાય મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી લોકપ્રિય છે.
બબીતાજીની(Babitaji) ભૂમિકામાં તમે મુનમુન દત્તાને શોમાં જાેઈ છે, પરંતુ શું તમે જાણો છો કે ‘તારક મહેતા કા’ શો સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની બબીતાજી ફિલ્મોમાં (film)પણ જાેવા મળી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની બબીતાજી ફેમ મુનમુન દત્તા ઘણી ફિલ્મોમાં દેખાય ચૂકી છે, જેમાં વર્ષ ૨૦૦૫માં આવેલી કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’ છે. તે સિવાય મુનમુન દત્તા પૂજા ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હોલિડે ’માં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૬માં આવી હતી. વર્ષ ૨૦૧૮માં તેણે ફિલ્મ ‘ધ લિટિલ ગોડસે’માં કામ કર્યું હતું. આ બધા સિવાય મુનમુને બે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેનું નામ- ‘મુન ગાંઘી નુહેન’ અને ‘અમર આકાશ મેઘ બ્રિસ્ટી’ છે.
આ સમાચાર પણ વાંચો : જેઠાલાલ થી લઇ ને બાપુજી સુધી 14 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે શોની કાસ્ટ -તમે જોઈને હેરાન થઈ જશો-જુઓ ફોટોગ્રાફ્સ
મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૪માં ‘હમ સબ બારાતી’(Hum sab barati) શોથી કરી હતી. તેમાં જેઠાલાલ ફેમ દિલીપ જાેશી પણ હતો. જાે કે, મુનમુન વર્ષ ૨૦૦૮થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ બની હતી.