News Continuous Bureau | Mumbai
બચા પોશ આ શબ્દ કદાચ તમે પહેલીવાર સાંભળતા હશો. "બચા પોશ"(Bacha Posh). તમારામાંથી કેટલાક આ શબ્દનો અર્થ નહિ જાણતા હોઉં, શું તમે બચા પોશથી પરિચિત છો? તમે કંઈપણ વિચારો તે પહેલાં હું તમને કહી દઉં કે બચા પોશ અફઘાનિસ્તાન મહિલા(Afghanitstan women)ઓ દ્વારા સામનો કરવામાં આવતી એક પરંપરા(tradition) છે. અફઘાનિસ્તાનની આ જટિલ સમસ્યા પર પત્રકાર અને લેખિકા પ્રીતિ સોમપુરા(Priti Sompura) એ બચા પોશ નામનું પુસ્તક(book) લખ્યું છે. લેખિકા 3 વાર અફઘાનિસ્તાન ની મુલાકાતે ગયા છે. કાબુલ(Kabul), પંજશીર(Panjshir), હેરાત(Herat),કંદહાર(kandahar) માં જઈને તેઓ બચા પોશ ની ભોગી બનેલી છોકરીઓને મળીને આ પુસ્તક લખ્યું છે.

અફઘાનિસ્તાન(Afghanistan) પુરુષ પ્રધાન દેશ છે આજે પણ શરીયા કાનૂન(Sharia Law) નું પાલન ત્યાં કરવામાં આવે છે ગ્રામીણ વિસ્તારમાં મહિલાએ ઘર ની બહાર નીકળવું હોય તો બુરખા(Burqa) ની સાથે એક પુરુષ તે નાનું બાળક હોય તો પણ ચાલે તેની જોડે બહાર જવું પડે.મહિલાઓને ઘર ની બહાર એકલી નીકળવાની પરવાનગી નથી.
આ સમાચાર પણ વાંચો : સ્મૃતિ ઈરાની માનહાનિ કેસ-દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને પાઠવ્યું સમન્સ-આપ્યા આ નિર્દેશ
બચા પોશ અફઘાનિસ્તાનની એક જૂની પરંપરા છે જેમાં પુત્ર વિનાના પરિવારો તેમની પુત્રી માંથી એક પુત્રી ને પુત્રના રૂપ માં રૂપાંતરિત કરે છે. નાની બાળકીને છોકરાના પોશાકમાં રૂપાંતરિત કરવામાં આવે છે, તેના વાળ કાપી ને તેને છોકરાનો ડ્રેસ પહેરવામાં આવે છે તેને એક પુરુષ હોવાના તમામ વિશેષાધિકારો આપવામાં આવે છે.

નાની બાળકી પોતાને છોકરો માનીને છોકરા જોડે રમે છે, સ્કૂલમાં જાય છે છોકરાને જે તમામ સ્વતંત્રતા હોય તે તમામ માણે છે. પરંતુ એક દિવસ અચાનક છોકરી ને માસિક સ્ત્રાવ આવે ત્યારે તેને જાણ થાય છે કે તે છોકરા ના સ્વરૂપમાં છોકરી છે, બહાર થી ભલે તે છોકરો હોય પરંતુ તેનું શરીર છોકરીનું છે, તમામ આઝાદી એક સેકન્ડમાં છીનવાઈ લેવાય છે અને બુરખા માં તેને ઢાંકી દેવામાં આવે છે. આ ધૃણાસ્પદ પ્રથા પર આધારિત છે આ પુસ્તક.
લેખિકા પ્રીતિ સોમપુરા નું કેહવું છે કે 2011 માં પહેલી વાર તેઓ અફઘાનિસ્તાન ગયા હતા કાબુલ ની હોસ્પિટલમાં 14 વર્ષ ની એક બાળકી ગુમસુમ બેઠી હતી, તે બાળકી નો નિર્દોષ ચહેરો, ગુલાબી ગાલ, બ્લુ આંખ જોઈને ત્યાં ઉપસ્થિત ડોક્ટર ને જ્યારે આ બાળકી વિશે પૂછપરછ કરી તો ખબર પડી કે આ છોકરી બચા પોશની ભોગી છે. બસ તે જ દિવસથી મેં બચા પોશ ની ભોગ બનેલી છોકરી, તેમના માં બાપ, આ ક્ષેત્રમાં કામ કરી રહેલી એનજીઓ ને મળવાનું શરૂ કર્યું. બચા પોશ વિશે લખવામાં 10 વર્ષ લાગી ગયા.
બચા પોશ પ્રથા આજે પણ અફઘાનિસ્તાનમાં ચાલે છે. જ્યારે 12-13 વર્ષ ની છોકરી ને ખબર પડે કે તે છોકરો નહિ બાળકી છોકરી છે ત્યારે મોટા ભાગની છોકરીઓ આત્મહત્યા કરી નાખે છે અથવા તો માનસિક યાતના ના કારણે માનસિક રોગી બની જાય છે. હાલમાં આ પુસ્તક હિન્દી માં પ્રકાશિત કરવામાં આવ્યું છે, ટૂંક સમય માં ગુજરાતી, અંગ્રેઝી ,મરાઠીમાં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવશે. હિન્દી પુસ્તક ઓર્ડર કરવા માટે આ લિંકને ક્લિક કરો