News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી (death threat)મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં(Mumbai Santacruz Police station) ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. રિપોર્ટ અનુસાર, પોલીસે થોડા જ કલાકોમાં ધમકી આપનાર આ વ્યક્તિની ધરપકડ (arrest)કરી લીધી. જેનું નામ મનવિંદર સિંહ જણાવવામાં આવી રહ્યું છે.આ વ્યક્તિ એ સોશિયલ મીડિયા પર પોતાનો ફેક આઈડી(fake ID) બનાવ્યો હતો જેમાં તેનું નામ કિંગ આદિત્ય રાજપૂત રાખ્યું હતું.
મળતી માહિતી મુજબ, કેટરીના અને વિકી કૌશલને ધમકી આપનાર વ્યક્તિનું નામ મનવવિંદર સિંહ(Manvinder Singh) છે, જે હવે પોલીસની કસ્ટડીમાં છે. મનવિન્દર કેટરીના કૈફનો મોટો ફેન છે અને તે અભિનેત્રી સાથે લગ્ન (marriage)કરવા પણ માંગે છે. આ જ કારણથી મનવિંદર છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર કેટરિનાને સતત પરેશાન(stake) કરી રહ્યો હતો. વિકી કૌશલની ફરિયાદના આધારે, સાંતાક્રુઝ પોલીસ(Santacruz police station) સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ IPCની કલમ 506-II (ગુનાહિત ધમકી) અને 354-D (પીછો) હેઠળ FIR નોંધવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : 47 વર્ષની ઉંમરે પણ ગ્લેમરસ લાગે છે સોનાલી બેન્દ્રે-અભિનેત્રી એ કરાવ્યું 20 વર્ષ જૂના જેકેટમાં ફોટોશૂટ-જુઓ ફોટોગ્રાફ્સ
વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે ૯ ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ (Maldives)ગયા હતા. ૧૬ જુલાઈએ કેટરિનાએ તેનો ૩૯મો જન્મદિવસ ઉજવ્યો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી ખાસ તસવીરો પણ સામે આવી હતી. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સલમાન ખુદ મુંબઈના (Mumbai)પોલીસ કમિશનરને મળ્યો હતો. અહેવાલો અનુસાર, તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી હતી.