News Continuous Bureau | Mumbai
મુંબઈગરા માનીતા હિલ સ્ટેશન(Hill station) માથેરાન(Matheran) જતા પર્યટકોને ફરી એક વખત ટોય ટ્રેન(Toy train)માં બેસવાનો લ્હાવો મળવાનો છે. નેરલથી માથેરાન વચ્ચે દોડતી ટોય ટ્રેન ત્રણેક વર્ષથી બંધ પડી હતી. જોકે ફરી એક વખત આ ટ્રેન પાટે ચઢવાની છે. આ વર્ષના અંત સુધીમાં ટોય ટ્રેન ચાલુ કરવામાં આવશે એવો દાવો સેન્ટ્રલ રેલવે(Central railway)એ કર્યો છે.
ભારે વરસાદ(heavy rain) અને ભૂસ્ખલન(Landslide)ને કારણે ૨૦૧૯માં માથેરાનની નેરોગેજ રેલવે લાઈન(railway line)ને ભારે નુકસાન થયું હતું, તેથી ૨૦ કિલોમીટર લાંબા નેરલ-માથેરાનના સેક્શનમાં ટોય ટ્રેન ની સર્વિસીસ બંધ કરાઈ હતી.
હાલના તબક્કે માથેરાનના સેક્શનમાં માથેરાન અને અમનલોજ વચ્ચે ફક્ત શટલ સર્વિસીસ દોડાવાય છે. આ સેક્શનમાં રોજની પાંચ શટલ સર્વિસીસ તથા અમનલોજ-માથેરાન વચ્ચે જુમ્માપટ્ટી અને વોટર પાઈપ લાઈન સ્ટેશન છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વરસાદનું જોર ઘટ્યું- તાપમાનમાં થયો વધારો- શહેરમાં નોંધાયું આટલું મહત્તમ તાપમાન
સેન્ટ્રલ રેલવે(Central railway)ના અધિકારીના જણાવ્યા મુજબ પાંચ કરોડ રૂપિયાથી વધુ ખર્ચે રિસ્ટોરેશનનું કામ(restoration work) કરવામાં આવવાનું છે. ત્યાર બાદ ટોય ટ્રેનની સર્વિસીસને ફરી ચાલુ કરવામાં આવશે. નુકસાન ગ્રસ્ત રેલવે લાઈન માટે નવો કોરિડોર તૈયાર કરવાની સાથે ટ્રેક રિન્યુઅલ વગેરે કામગીરી આ વર્ષના અંત સુધીમાં પૂરી થશે. ઘાટ સેક્શનમાં શાર્પ વળાંકો, રેલવે ટ્રેક રિન્યુઅલ કરવાની સાથે જોખમી ભાગોમાં આસપાસ દીવાલ બાંધવાનું કામકાજ ચાલી રહ્યું છે.
લગભગ ૧૨ કિલોમીટરના કોરિડોરમાં સિમેન્ટના સ્લીપર્સ નાખવાનું કામ પૂરું થયું છે. સેફ્ટી વોલ બાંધવાની સાથે ભૂસ્ખલનના વાળા ભાગમાં પથ્થરોને હટાવવાનું કામકાજ ચાલુ છે. હાલના તબક્કે કામકાજ પાર પાડવામાં આવ્યા પછી સેક્શનમાં ટોય ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પહેલાની તુલનામાં વધુ સુરક્ષિત અને ઝડપી બની શકશે એવો દાવો સેન્ટ્રલ રેલવેએ કર્યો છે.