News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયાનું(Social media) માધ્યમ લોકોના જનમાનસ(public mind) પર બહુ અસર કરે છે. સોશિયલ મીડિયા ફેક ન્યૂઝ(fake news), ફેક જાહેરખરબરને(Fake advertisement) કારણે તો લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે. પરંતુ હવે ફેક રિવ્યૂની(Fake review) પણ ભરમાર જોવા મળી રહી છે,તેને કારણે સોશિયલ પ્લેટફોર્મ(Social platforms) પરથી ખરીદી કરનારા ગ્રાહકો(Customers) છેતરાઈ જતા હોય છે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ(Online shopping platform) પર ફેક રિવ્યૂથી ગ્રાહકોને છેતરીને તેની પસંદગીને પણ પ્રભાવિત કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook) પર એવાં 10,000 ગ્રૂપ્સ સામે આવ્યા છે, જે ઓનલાઇન શોપિંગ(Online shopping) પ્લેટફોર્મ એમેઝોન(Amazon) પર થર્ડ પાર્ટી સેલરને(third party seller) ફેક રિવ્યૂ વેચી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ-રેલેવેની RPF પ્રતિદિન આટલા બાળકોને બચાવે છે- જાણો વિગત
આ ગ્રૂપ્સ દ્વારા અમેરિકા(USA), બ્રિટન(Britain), ફ્રાન્સ(France), જર્મની(Germany), ઇટાલી(Italy), સ્પેન અને જાપાનમાં(Japan) તેની સાઇટ્સ પર આ પ્રકારના ફેક રિવ્યૂ પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ગ્રૂપ્સ ફેક રિવ્યૂ લખવા માટે સમગ્ર દુનિયામાંથી લોકોની ભરતી કરતા હતા. ફરિયાદ અનુસાર એડમિન રિવ્યૂ દીઠ(Per admin review) 800 રૂ. (10 ડોલર) લેતા હતા.
એડમિન પર પૈસા અથવા મફત પ્રોડક્ટ્સને(Free products) બદલે થર્ડ પાર્ટી સેલર્સ માટે ફેક રિવ્યૂ લખવાનો આરોપ છે. એક ગ્રૂપ એમેઝોન પ્રોડ્ક્ટ રિવ્યૂના 43 હજાર સભ્યો હતા. જે કાર સ્ટિરિયો(Car stereo) અને કેમેરા ટ્રાયપોડ(Camera tripod) માટે રિવ્યૂ લખતા હતા અને સેલરને ઊંચી કિંમત અથવા મફત પ્રોડક્ટ્સને બદલે વેચતા હતા. એક અન્ય એમેઝોન વેરિફાઇડ બાયર એન્ડ સેલર ગ્રૂપમાં(verified buyer and seller group) પણ 2500 સભ્ય હતા.