મુંબઈના કોસ્ટલ રોડનું કામ 58 ટકા પત્યું- જુઓ અત્યંત મનમોહક તસવીરો-આકાશમાંથી કેવો દેખાય છે પ્રોજેક્ટ

by Dr. Mayur Parikh
Coastal Road Project to extended by 6 month

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાના(BMC) અત્યંત મહત્વાકાંક્ષી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ(Mumbai coastal Road Project) (દક્ષિણ)ના કુલ કામમાંથી 58% કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. કુલ 111 હેક્ટરમાંથી 107 હેક્ટર એટલે કે 97% પુનઃપ્રાપ્તિ પૂર્ણ થઈ ગઈ છે. એ જ રીતે કોસ્ટલ વોલ(Coastal Wall)નું 70% કામ પૂરું થઈ ગયું છે.

તો વળી બ્રિજની નીચે બાંધવામાં આવનાર 175 સિંગલ કોલમ પિઅરમાંથી(Single column pear) 70 એટલે કે 40 ટકા પિઅરનું નિર્માણ થઈ ચૂક્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ, બંને બાજુએ 2.070 કિમીની ટનલ બનાવવામાં આવી રહી છે. પ્રિયદર્શિની પાર્કથી(Priyadarshini Park) નેતાજી સુભાષ માર્ગ(Netaji Subhash Marg) (મરિન ડ્રાઇવ) સુધીની ટનલ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજી બાજુની ટનલનું 39% કામ પણ પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ નવેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો મંત્રી પદ 100 કરોડમાં વેચવા માટે બજારમાં ફરનારાઓ પકડાયા-જાણો સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં(USA) પેસિફિક કોસ્ટલ હાઇવે(Pacific Coastal Highway) અને હાના હાઈવે(Hana Highway), ઓસ્ટ્રેલિયામાં(Australia) ગ્રેટ ઓશેન રોડ(Great Ocean Road), એટલાન્ટિક ઓસીએન રોડ-નોર્વે તેમજ કેનેડા, ફ્રાન્સ, ઈટાલી, બ્રિટનમાં ઘણી જગ્યાએ કોસ્ટલ રોડ બનાવવામાં આવ્યા છે. જો કે, દેશમાં એડવાન્સ ટેક્નોલોજીથી(Advanced technology) કોઈ રોડનું નિર્માણ કરવામાં આવ્યું નથી.

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર સૌ પ્રથમવાર એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાંદ્રા વરલી સી બ્રિજના દક્ષિણ છેડા સુધીના 9.98 કિમીના પટમાં રિક્લેમેશન ટનલ, પુલ, રસ્તા, સહેલગાહ, બગીચા, પાર્કિંગની જગ્યાઓ, બસ ડેપો અને અન્ય નાગરિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment