News Continuous Bureau | Mumbai
નાગપુરમાં(Nagpur) એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં આર્થિક છેતરપિંડી(Financial fraud) થી કંટાળેલા એક વેપારીએ તેની પત્ની અને પુત્ર સાથે પોતાની કારમાં આગ(Car fire) લગાવીને આત્મહત્યા(Suicide) કરી લીધી છે. આ ઘટનામાં વેપારીનું મોત થયું હતું, જ્યારે તેની પત્ની અને પુત્ર બચી ગયા હતા અને તેઓ સારવાર હેઠળ છે.
મળેલ માહિતી અનુસાર, આ ઘટના નાગપુરના(Nagpur) બેલતરોડી પોલીસ સ્ટેશન(Beltarodi Police Station) હેઠળના ખાપરી રિહેબિલિટેશન વિસ્તારમાં(Khapari Rehabilitation Area) બની હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ 58 વર્ષીય રામરાજ ગોપાલકૃષ્ણ ભટ(Ramraj Gopalkrishna Bhat) તરીકે થઈ છે. તેમની પત્ની સંગીતા ભટ અને પુત્ર નંદનને ગંભીર રીતે દાઝી ગયેલી ઈજાઓ સાથે ખાપરીની સ્વામી વિવેકાનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ રામરાજ ભટ એક વેપારી હતા અને નટ-બોલ્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ(Nut-Bolt Manufacturing Business) ધરાવતા હતા. તેઓ વિવિધ કંપનીઓને સામાન સપ્લાય(Supply) કરતા હતા. કોરોના(Corona) અને લોકડાઉન(Lockdown) દરમિયાન તેમને ભારે નુકસાન થયું હતું. જેથી ભટ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમયે તેણે રામરાજના પુત્ર નંદનને કામ કરવા માટે વિનંતી કરી પરંતુ તેણે ના પાડી હતી, તેથી તેમની ચિંતા વધી ગઈ હતી. તેથી રામરાજ ભટે સામૂહિક આત્મહત્યા કરવાનું નક્કી કર્યું.
#આઘાતજનક. આર્થિક #છેતરપીંડીનો ભોગ બનેલા #નાગપૂરમાં #વેપારીએ પત્ની અને પુત્ર સાથે પોતાની કારમાં #આગ લગાવીને #આત્મહત્યા કરી.. જુઓ વિડિયો..#maharashtra #nagpur #fraud #trader #carfire #suicide #viralvideo pic.twitter.com/28fswrzjav
— news continuous (@NewsContinuous) July 20, 2022
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર રાજકીય સંકટ- સુપ્રીમ કોર્ટે તમામ પક્ષ પાસેથી માગ્યુ એફિડેવિટ- હવે આ તારીખે થશે આગામી સુનાવણી
પોલીસના જણાવ્યા મુજબ રામરાજ પરિવારને વર્ધા માર્ગ પરની એક હોટલમાં ડિનર માટે લઈ ગયો હતો. આ વખતે તેણે ખાપરી રિહેબિલિટેશન સેન્ટર પાસે કાર રોકીને તેની પત્ની અને પુત્રને એસિડિટીની દવાના નામે(acidity medicine) ઝેર પીવડાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની પત્ની અને પુત્રએ તેનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેણે ત્રણેયને તેની બોટલમાંથી પ્રવાહી છાંટી દીધું અને તેઓને ખબર પડે તે પહેલા જ તેઓએ કારને આગ ચાંપી દીધી. આમાં ત્રણેય દાઝી ગયા પરંતુ રામરાજ ભટનું મૃત્યુ થયું. મૃતકના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તે આર્થિક તંગીના કારણે જીવનનો અંત આણી રહ્યો છે.