News Continuous Bureau | Mumbai
ઉનાળાની ઋતુમાં વારંવાર પરસેવો(sweating) થવો સામાન્ય બાબત છે.તેમજ વરસાદની મોસમમાં(monsoon season) ભેજને કારણે અનેક લોકોને પરસેવો વળી જાય છે. ગરમીમાં અથવા સખત કામ કર્યા પછી પરસેવો થવો સામાન્ય છે. કેટલાક લોકોને દરેક ઋતુમાં પરસેવો થાય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને અચાનક પરસેવો થાય છે, ત્યારે તેને અવગણવું જોખમી બની શકે છે. કેટલાક લોકોને થોડું કામ કર્યા પછી પણ પરસેવો થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અચાનક પરસેવો આવવો એ પણ હૃદય સંબંધિત ગંભીર બીમારીનું)heart problem) લક્ષણ હોઈ શકે છે. પરંતુ તેને યોગ્ય સમયે ઓળખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે દરેક વખતે પરસેવો આવવો એ સામાન્ય બાબત નથી.
નિષ્ણાતોના મતે, વધુ પડતો અને અચાનક પરસેવો પણ હાર્ટ એટેકનો (heart attack)સંકેત હોઈ શકે છે. પરંતુ જ્યારે કોઈ કસરત કરતું હોય અને ગરમ વાતાવરણ હોય, ત્યારે આ પરસેવો આવવો જોઈએ. જ્યારે પણ હાર્ટ એટેક આવવાનો હોય છે ત્યારે પરસેવો થાય છે. તેથી, જ્યારે પણ તમને લાગે કે તમને વધુ પડતો પરસેવો થઈ રહ્યો છે અથવા તમારું હૃદય નર્વસ થઈ રહ્યું છે, તો તરત જ ડૉક્ટરનો (doctor)સંપર્ક કરો.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- તમારી આ સામાન્ય આદતો તમારા હાડકાને દિવસેને દિવસે બનાવે છે નબળા-જાણો તે આદતો વિશે
જો મહિલાઓને રાત્રે વધુ પડતો પરસેવો આવે તો તે હાર્ટ એટેકનું લક્ષણ(heart attack) હોઈ શકે છે. મેનોપોઝ દરમિયાન રાત્રે પરસેવો, ઉનાળામાં પરસેવો સામાન્ય છે, પરંતુ જો તમને વધુ પડતો પરસેવો થતો હોય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.