News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) પદ સ્વીકારવાની સાથે જ મુંબઈગરા સાથે અન્યાય કર્યો છે. મુંબઈના કોટાનું પાણી(Quota water) તેમણે થાણેને આપી દીધું છે. મુંબઈની પ્રતિદિન મળતું 3,850 લિટર પાણી મુંબઈની સવા કરોડની વસ્તી સામે પહેલાથી ઓછું છે, તેમાં હવે મુંબઈના ક્વોટાનું 20 મિલિયન લિટર પાણી તેમણે થાણેને(Thane) આપી દીધું છે.
એકનાથ શિંદે થાણે વિસ્તારના છે, તેથી મુખ્યમંત્રી બનવાની સાથે જ તેમણે થાણેવાસીઓને ખુશ કરવા માટે મુંબઈના હિસ્સાનું પાણી થાણેને આપી દીધું છે.
થાણે શહેરને વધારાનો પાણી પુરવઠો(water supply) કરવા માટે ભાતસા(Bhatsa) અને બારવી બંધમાંથી(Barvi Bandh) 50-5- મિલિયન લિટર અને મુંબઈ મહાનગરપાલિકાના(BMC) ક્વોટાનું 20 મિલિયન લિટર પ્રક્રિયા કરેલું પાણી થાણેના કોપરી અને વાગળે એસ્ટેટ પરિસર તેમ જ દીવા પરિસરને સાડા છ મિલિયન લિટર વધારાનું પાણી આપવાનો નિર્દેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આખરે નક્કી થઇ ગયું- આ તારીખે થશે શિંદે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ
હાલ થાણે શહેરને 485 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો થાય છે. વધતી લોકસંખ્યા સામે બારવી અને ભાતસા બંધમાંથી 50-50 મિલિયન લિટર વધારાનું પાણી ઉચેલવાનો નિર્ણય તાજેતરમાં થયેલી બેઠકમાં મુખ્યપ્રધાને લીધો હતો.