News Continuous Bureau | Mumbai
ભારે રાજકીય ઉથલપાથલ બાદ નવી નિમાયેલ મહારાષ્ટ્ર સરકારે(Maharashtra) ઈંધણના ભાવ(fuel rate)માં ઘટાડો કરવાનું આપેલ વચન નિભાવ્યું છે. પેટ્રોલ-ડીઝલ(Petrol diesel price)ના ભાવમાં ઘટાડો કરવાની બાંહેધરી બાદ આજે મહારાષ્ટ્રની શિંદે સરકારે(Shinde Govt) પ્રજાને રાહત આપતા વેટના દરમાં ઘટાડો કર્યો છે જેને પરિણામે પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રુપિયા સસ્તું થયું છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)ની અધ્યક્ષતામાં મળેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક(Cabinet meeiting) માં બુલેટ ટ્રેન(Bullet train) સંબંધિત એક મોટો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનની બાકી રહેલી તમામ મંજૂરીઓ આપી દેવાનો નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધી મહારાષ્ટ્ર(Maharashtra)માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડીની સરકાર (MVA govt) હતી તેથી અમુક પ્રકારની મંજૂરી(permission) ઓ અટવાઈ હતી. પરંતુ હવે સરકારે તેને તમામ પ્રકારની મંજૂરીઓ આપી દીધી છે. શિદે સરકારની તમામ મંજૂરી મળ્યા બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train project)નું કામ ઝડપી ગતિએ આગળ વધશે.
આ સમાચાર પણ વાંચો : આમ જનતાને મોટી રાહત- મહારાષ્ટ્રની શિંદે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો ઘટાડો- જાણો હવે કેટલું સસ્તું થયું ઇંધણ
ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન(Mumbai-Ahmedabad bullet train) 320 કિમી પ્રતિ કલાકની ઝડપે 508 કિમી અને 12 સ્ટેશનને કવર કરશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 12 સ્ટેશનને કવર કરતાં આ બુલેટ ટ્રેન અન્ય ટ્રેનોની સરખામણી 2.58 કલાકમાં આ સફર પૂરો કરશે એમ માનવામાં આવી રહ્યું છે. આ બુલેટ ટ્રેન, પોતાની ખાસ ટેકનોલોજી અને સુરક્ષિત સુવિધાઓ માટે જાણીતી જાપાનીઝ કંપની(Japanese company) શિંકાનસેન ટેકનોલોજી દ્વારા સંચાલિત કરવામાં આવશે.