News Continuous Bureau | Mumbai
મુંબઈનું ચોમાસુ(Mumbai Monsoon) પોતાની સાથે અનેક પ્રકારની તકલીફો લઈને આવી રહ્યું છે. દહીસર (Dahisar)પૂર્વમાં જંગલ વિભાગની જમીન નજીક એક ખાણ (quary) આવેલી છે જ્યાં ચોમાસામાં પાણી એકઠું થાય છે. અહીં અનેક લોકો નાહવા માટે પાણીમાં જાય છે. હાલ શહેરમાં સારો વરસાદ હોવાને કારણે અહીં પાણીની આવક છે. આવા સમયે નાહવાનો આનંદ મેળવવા માટે બોરીવલીના પાંચ યુવકો દહીસર ના તળાવમાં ન્હાવા પડયા હતા.
#દહીસર ખાતે #પાણીમાં ડૂબી જવાથી #બોરીવલીના બે યુવકો નું મૃત્યુ. જુઓ #સર્ચ ઓપરેશનનો #વીડિયો#Mumbai #dahisar #borivali #video pic.twitter.com/Fhka3d4Yhw
— news continuous (@NewsContinuous) July 6, 2022
જોકે, આ પાંચમાંથી બે યુવકો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ પાણીમાં ઉપર આવ્યા નહોતા. આ મામલે તત્કાળ પોલીસ(Police)ને ફોન કરવામાં આવ્યો અને લાઇફ ગાર્ડ(Lifeguard) ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જોકે પાંચમાંથી ત્રણ યુવકો બચી ગયા જ્યારે કે બે યુવકોના મૃત્યુ થયા છે જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત