News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) સામે બળવો કરી એકનાથ શિંદે(Eknath Shinde) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) બની ગયા છે. પક્ષમાં બળવો થતા મોટા પ્રમાણમાં ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ ગયા છે ત્યારે પક્ષને ફરી બેઠો કરવાની મહાકવાયત શિવસેના પક્ષ પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હાથમાં લીધી છે. ઉદ્ધવ ઠાકરેએ મીરા-ભાયંદરની જંબો કાર્યકરણીની યાદી(List of Mira-Bhayandar Jumbo Working Committee) જાહેર કરી હતી. જોકે તેમાં મોટો છબરડો થતા પક્ષને શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ જાહેર કરેલી કાર્યકરણીની યાદીમાં બે પદાધિકારીઓ નામ છે, જેમના બે મહિના પહેલા જ નિધન થયા હતા. તેથી યાદી જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો-હવે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભંગાણના ભણકારા-વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસના આટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર-જાણો વિગત
ધારાસભ્ય અને શિવસેનાના અગ્રણી નેતા અને સંપર્ક પ્રમુખ પ્રતાપ સરનાઈકે(Pratap Sarnaik) મીરા-ભાયંદરની કાર્યકરણી બરખાસ્ત કરી નાખી હતી. હવે જોકે પ્રતાપ સરનાઈક પણ બળવો કરીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા છે ત્યારે પક્ષને ફરી બેઠી કરવા મથી રહેલા ઉદ્ધવે નવી કાર્યકરણી જાહેર કરી હતી. જોકે તેમાં બે મૃતકોના નામનો સમાવેશ થઈ ગયો છે. પક્ષે બાદમાં જોકે તેમાં સુધારા કર્યા હોવાની જાહેરાત કરી હતી.
થોડા મહિના પહેલા ભાયંદર (વેસ્ટ) શાખામાં શિવસેનાના મહિલા અને પુરુષ પદાધિકારીઓ વચ્ચે ધમાલ થઈ હતી. મોટા પ્રમાણમાં થયેલી ધમાલ બાદ આખા શહેરની શિવસેના કાર્યકરણીને બરખાસ્ત કરવામાં આવી હતી. અત્યાર સુધી અહી કાયર્કરણીની નિમણૂક ધારાસભ્ય પ્રતાપ સરનાઈક ભલામણ મુજબ થતી હતી.