News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ઈન્ડસ્ટ્રી માટે તારણહાર બનીને ઉભરી આવ્યો છે. કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'(Bhool bhulaiya 2)બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ, જેણે ટ્રેડ પંડિતોના ચહેરા પર પણ સ્મિત લાવી દીધું. ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' એ વિશ્વભરમાં(worldwide) 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જેનો સંપૂર્ણ શ્રેય ટ્રેડ પંડિત કાર્તિક આર્યનને આપી રહ્યા છે. 'ભૂલ ભુલૈયા 2' હિટ થયા બાદ કાર્તિક આર્યનનું સ્ટારડમ સાતમા આસમાને છે અને દરેક મોટા દિગ્દર્શક તેની સાથે હાથ મિલાવવા માંગે છે.
જો લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાર્તિક આર્યન ટૂંક સમયમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલી(Sanjay leela bhansali) સાથે કામ કરતો જોવા મળી શકે છે. હાલમાં જ કાર્તિક આર્યન ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ઓફિસની(office) બહાર જોવા મળ્યો હતો, ત્યારબાદ આ સમાચારોને વધુ હવા મળવા લાગી છે. સંજય લીલા ભણસાલી આ દિવસોમાં તેમના બેનર હેઠળ ઘણી ફિલ્મોનું આયોજન કરી રહ્યા છે, જેમાં તેઓ કાર્તિક આર્યનને કાસ્ટ કરી શકે છે.નિર્દેશક સંજય લીલા ભણસાલી ટૂંક સમયમાં રણબીર કપૂર(Ranbir Kapoor) સાથે તેમની નવી ફિલ્મ 'બૈજુ બાવરા' (Baiju Bawara)શરૂ કરી શકે છે. તે ઘણા સમયથી આ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે અભિનેતા કાર્તિક આર્યન દેખાઈ શકે છે. જો રણબીર કપૂર અને કાર્તિક આર્યન આ ફિલ્મ માટે સાથે આવે છે, તો આ પહેલીવાર હશે જ્યારે આ બંને કલાકારો પડદા પર સાથે જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : પાઈરટ ઓફ કેરેબીયનમાં જેક ને સ્પેરો બનવા માટે 2355 કરોડ રુપીયાની ઓફર
અભિનેતા રણબીર કપૂર હાલમાં દિગ્દર્શક લવ રંજનની (Love Ranjan comedy film)કોમેડી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર (Shraddha kapoor)જોવા મળશે. લવ રંજને કાર્તિક આર્યનને સુપરસ્ટાર બનાવ્યો છે. લવ રંજનની 'પ્યાર કા પંચનામા' સિરીઝ અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ના કારણે કાર્તિક આર્યન(Kartik Aryan) ઈન્ડસ્ટ્રીના લોકોની નજરમાં આવ્યો અને ત્યારબાદ તેની ગણના સુપરસ્ટાર (superstar)માં થવા લાગી.