News Continuous Bureau | Mumbai
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે(GST council) મંગળવારે કેટલાક ટેક્સના દરોને(Tax rates) સુધારવા અને કેટલાક ટેક્સમાં રહેલી છૂટછાટ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. ઊંચા ફુગાવાને કારણે વધુ આવક મેળવવા માટે GST લગાડવામાં આવી રહ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તેને કારણે અનબ્રાન્ડેડ વસ્તુઓ(Unbranded item) પર પાંચ ટકા GST લાગવાથી વસ્તુઓ મોંઘી થવાની છે.
આજે, તેની બેઠકના બીજા અને અંતિમ દિવસે, કાઉન્સિલ કેરળ અને દિલ્હી સહિતના રાજ્યોની GST વળતરને જૂનથી આગળ વધારવાની માંગ અને ઓનલાઈન ગેમિંગ(Online gaming), હોર્સ રેસિંગ(Horse racing) અને ઘોડાની દોડ પર એકસમાન 28% ટેક્સ રેટ(Tax rate) વસૂલવાની દરખાસ્ત પર ધ્યાન આપશે એવુ માનવામાં આવી રહ્યું છે.
GSTની અસરને કારણે અમુક વસ્તુ સસ્તું થશે તો અમુક વસ્તુ મોંઘી થશે.
માંસ, માછલી, દહીં, પનીર અને મધ જેવી પ્રી-પેક્ડ(Pre-packed) અને લેબલવાળી ખાદ્ય ચીજો(Labeled food items) પર હવે 5% GST લાગશે.
લોટ અને ચોખા જેવી અનબ્રાંડેડ વસ્તુઓ પર 5% GST લાગશે જો તે પ્રી-પેકેજ અને લેબલવાળી હશે. હાલમાં, આ વસ્તુઓના માત્ર બ્રાન્ડેડ વર્ઝન(Branded version) પર 5% GST લાગે છે.
આ સમાચાર પણ વાંચો : જાણો આકાશ અંબાણી વિશે જેમના હાથમાં હવે જીઓ ની કમાન છે-અહીં તેમનો પૂરો બાયોડેટા
બેંકો ચેક ઇશ્યૂ(Check issue) કરવા માટે જે ફી લે છે તેના પર પણ GST વસૂલવામાં આવશે.
સૂકા લીલી શાકભાજી, સૂકા મખના, ઘઉં અને અન્ય અનાજ, ઘઉં અથવા મેસલિનનો લોટ, ગોળ, પફડ ચોખા તમામ માલસામાન અને જૈવિક ખાતર પર હવે 5 ટકા ટેક્સ લાગશે.
પ્રિન્ટિંગ, લેખન અને ડ્રોઇંગ શાહી, અમુક ચોક્કસ પ્રકારની છરીઓ, ચમચી અને ટેબલવેર, ડેરી મશીનરી, એલઇડી લેમ્પ્સ અને ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવી વસ્તુઓ પર GST દર 12% થી વધારીને 18% કરવામાં આવશે.
સોલાર વોટર હીટર અને ફિનિશ્ડ લેધર માટે 5% થી 12% સુધીનો દર વધારો અપેક્ષિત છે.
અનપેક્ડ, લેબલ વગરનો અને બ્રાન્ડ વગરનો માલ GSTમાંથી મુક્ત રહેશે.
દિવસના 1,000 રૂપિયાથી ઓછી કિંમતના હોટેલ રૂમ પર 12 ટકા ટેક્સ વસૂલવામાં આવશે, જે હાલમાં કરમુક્તિની સામે છે.
GST કાઉન્સિલે ખાદ્ય તેલ, કોલસો, LED લેમ્પ, પ્રિન્ટિંગ/ડ્રોઇંગ શાહી, ફિનિશ્ડ લેધર અને સોલાર વોટર હીટર સહિતની ઘણી વસ્તુઓ માટે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર માં સુધારાની પણ ભલામણ કરી હતી.
કાઉન્સિલ બુધવારે રાજ્યોને તેમના કરમાંથી ખોવાયેલી આવક જેમ કે સેલ્સ ટેક્સ (VAT) ને રાષ્ટ્રીય GSTમાં સમાવી લેવા માટે ચૂકવવામાં આવતા વળતરના વિસ્તરણની માંગ પર ચર્ચા કરે તેવી શક્યતા છે.

Leave a Reply