મહારાષ્ટ્ર સરકાર નું ઉઠમણું લગભગ થઈ ગયું-સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેએ મહા વિકાસ આઘાડીથી સમર્થન પાછું ખેંચ્યું

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિ(Politics)માં હવે કયો નવો વળાંક આવી રહ્યો છે તે માટે સર્વે કોઈની નજર સુપ્રીમ કોર્ટ(Supreme court)તરફ છે.  આવા સમયે દિલ્હી(Delhi)થી એક મોટા સમાચાર આવ્યા છે. એકનાથ શિંદે(Eknath Shinde) સહિત તે ૩૦થી વધુ ધારાસભ્યો(MLAs)એ સહી કરીને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે જેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમણે મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) થી પોતાનું સમર્થન પાછું લઈ લીધું છે. આ કાગળ હવે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી ગયું છે. આથી એક વાત સ્પષ્ટ છે કે મહારાષ્ટ્ર સરકાર હવે અલ્પ મતમાં આવી ગઈ છે. સુનાવણી શરૂ થઈ ગયા પછી સુપ્રીમ કોર્ટ કઈ દિશામાં પગલાં લે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ સમાચાર પણ વાંચો : ઓય બાપા-ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર એવા આદિત્ય ઠાકરે હવે એકલા મંત્રી બચ્યા છે જે શિવસેનામાં છે- બાકી બધાય ફુરરરર-જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *