News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ડિરેક્ટર(Bollywood director) રામ ગોપાલ વર્મા(Ram Gopal Varma) NDAના રાષ્ટ્રપતિ પદના(presidency) ઉમેદવાર દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી(Controversial comment) કરીને વિવાદમાં ફસાઈ ગયા છે.
તેલંગાનાના(Telangana) ભાજપ નેતા(BJP leader) ગુદુર નારાયણ રેડ્ડીએ(Gudur Narayana Reddy) દ્રૌપદી મુર્મુ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હૈદરાબાદ પોલીસે(Hyderabad Police) જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ દ્રૌપદી મુર્મુ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફોજદારી કેસ દાખલ કરશે.
જોકે આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વિટ(Tweet) પર માફી માંગી છે અને સ્પષ્ટતા કરી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં(New Delhi) રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.