News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra Politics drama)ના રાજકારણમાં જે રીતે ઉથલપાથલ ચાલી રહી છે, તે જોઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) નિશ્ચિતપણે દુ:ખી છે, જે બાદ તેમણે બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)ને સણસણતો જવાબ આપ્યો છે. આજે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર(MVA Govt)ના નેતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા પ્રમુખો સાથેની વર્ચ્યુઅલ બેઠક(virual meeting)માં શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ લોકો એકવાર ઠાકરે(Thackeray)નું નામ લીધા વિના જીતી બતાવે.
CM ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે(EKnath Shinde)ના નેતૃત્વમાં બળવાખોર બનેલા ધારાસભ્યો પર કટાક્ષ કરતા કહ્યું કે, કોણ કેવા પ્રકારનો વ્યવહાર કરી રહ્યું છે, તેમા નથી જવું, જે લોકો કહેતા હતા કે અમે મરી જઈશું પણ શિવસેના(Shivsena) નહીં છોડીએ,તે મર્યા પહેલા જ છોડીને જતાં રહ્યા. તેઓ ઠાકરે અને શિવસેનાનું નામ લીધા વિના કઈં કરી બતાવે. બળવાખોર ધારાસભ્યોએ શિવસેના(party)ને તોડવાનું કામ કર્યું છે, મારા ફોટાનો ઉપયોગ કર્યા વિના કરીને બતાવે. જે છોડીને જતાં રહ્યા છે, તેમને લઈને મને શું કામ ખોટું લાગશે. મને મુખ્યમંત્રી(CM post) તરીકે પસંદ ન કરવું એક રીતે રાક્ષસી મહત્વકાંક્ષા છે. મને લાગતું હતું કે, મુખ્યમંત્રીની ખુરશી ડગી રહી છે, પણ આતો આખું થડ ડગમગી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે તેમને મુખ્યમંત્રી પદ સાથે કોઈ લગાવ નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે તેમણે આ પદ પર ચાલુ રહેવાની જીદ છોડી નથી. આ ઉપરાંત તેમણે શિવસેનામાં થયેલા બળવા માટે ભારતીય જનતા પાર્ટી(BJP)ને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેએ ભાજપની લગાવેલી ચિંગારીને આગનું રૂપ આપ્યું છે. ધારાસભ્યોને લાલચ આપીને પોતાના તરફ ખેંચી લીધા. એકનાથ શિંદે માટે શું ઓછુ કર્યું છે, નગર વિકાસ મંત્રાલય(Urban development ministry) આપ્યું. સંજય રાઠોડ(Sanjay Rathore) પર ગંભીર આરોપ હોવા છતાં પણ તેમને સંભાળી લીધા હતા. તમે ઝાડના ફૂલો લઈ શકો છો, તમે ડાળીઓ પણ લઈ શકો છો. પરંતુ તેમના મૂળ ઉખેડી શકતા નથી. હવે સમય આવી ગયો છે કે જેઓ શિવસેનાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે તેઓને બતાવવાનો કે સાચા શિવસૈનિકોના હૃદયમાં શિવસેના પ્રત્યે કેવી નિષ્ઠા હોય છે.