News Continuous Bureau | Mumbai
પોતાના હાથમાંથી સત્તા જઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાયા પછી હવે શરદ પવાર(NCP chief Sharad Pawar) બેચેન થયા છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે શિવસેના(Shivsena)ના ધારાસભ્યો ભલે મહારાષ્ટ્ર(Maharashtra)ની બહારથી ગમે તેવા નિવેદનો આપતા હોય તેમ જ પગલાં ઉચકતા હોય પરંતુ જેવા મહારાષ્ટ્રની ભૂમિ પર પગ મૂકશે કે તરત જ પરિસ્થિતિ બદલાઈ જશે.
આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં. આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક. જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે.
પોતાની વાતને આગળ વધારતાં તેમણે સીધા શબ્દોમાં ધમકી આપી દીધી કે જે ધારાસભ્યો શિવસેનાની વિરુદ્ધમાં બંડ કરી રહ્યા છે તે ધારાસભ્યો ને તેની પૂરેપૂરી કિંમત ગણી આપવી પડશે. આ ઉપરાંત તેમણે ભૂતકાળના ઉદાહરણો ટાંકીને કહ્યું હતું કે છગન ભુજબળ(chagan Bhujbal) અને નારાયણ રાણે(Narayan Rane) સહિતના જેટલા નેતાઓ શિવસેનાથી બહાર આવ્યા છે તેમના સમર્થકોને ત્યારબાદની ચૂંટણી જીતવી અઘરી પડી છે.
આમ પોતાના ઠંડા સ્વભાવ માટે જાણીતા શરદ પવાર પણ હવે બેચેન થયા છે અને ધમકીની ભાષા વાપરી રહ્યા છે.