News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટી (BJP)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે સત્તાની વહેંચણી લગભગ ફાઇનલ થઇ ગઇ હોય તેવું લાગે છે. મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી(Deputy CM) પદ આપશે. આ ઉપરાંત તેની પાસે રહેલા 40 ધારાસભ્યોમાં થી નવ ધારાસભ્યો(MLAs)ને પ્રધાન પદું મળશે. તેમજ અન્યને પણ સ્થાનિક સ્તર પર કંઈક આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા
ગુવાહાટી(Guwahati)માં પહોંચ્યા પછી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ એકનાથ શિંદે સાથે વિસ્તારથી મિટીંગો કરી છે. અને હવે જેટલા નેતાઓએ શિવસેના(Shivsena) છોડી છે તે તમામને શું મળશે તે સંદર્ભેની મીટીંગો થઇ રહી છે. આમ એકનાથ શિંદે અને શિવસેનાના બાગી ધારાસભ્યોને બેઉ હાથમાં લાડવા છે.