News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી(Maharashtra governor Bhagat Singh Koshyari) ને કોરોના થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ઘણો ક્રિટિકલ સમય(Political crisis) ચાલુ છે અને તે સમયે તેમને કોરોના થતા મહારાષ્ટ્રનો અતિરિક્ત ચાર્જ ગોવાના રાજ્યપાલ (Goa Governor) પી.એસ. શ્રીધરન પિલ્લઈ( P. S. Sreedharan Pillai)ને સોંપી દેવામાં આવ્યો છે.
ગોવાના રાજ્યપાલ આગામી અમુક કલાકોમાં મુંબઈ(Mumbai) પહોંચી શકે છે. એવી પણ શક્યતા વર્તાવામાં આવી રહી છે કે ધારાસભ્યો (MLAs)પોતે મુંબઈ અને મહારાષ્ટ્ર આવવાના સ્થાને ગોવા ચાલી જાય.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક
આ સમાચાર સવારે 10 વાગ્યે લખવામાં આવ્યા છે અને અપડેટ થઈ રહ્યા છે.