News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ના ગજાવર નેતા એકનાથ શિંદે(Ekanth Shinde) રાતથી નોટરિચેબલ(not reachable) થઈ ગયા છે અને મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra Political)માં ઉથલપાથલ થઈ ગઈ છે ત્યારે વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ(BJP Devendra Fadnavis) પણ સવારથી ગાયબ થઈ ગયા છે. સૂત્રોના કહેવા મુજબ તેઓ વહેલી સવારે જ દિલ્હી(Delhi) રવાના થઈ ગયા છે.
વિધાન પરિષદની ચૂંટણી(MLC election)માં કોંગ્રેસ(Congress)ના ઉમેદવારના પરાજય બાદ કોંગ્રેસમાં ભૂકંપ થવાની શક્યતા વચ્ચે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ હડકંપ મચાવી દીધો છે. રાતોરાત તેઓ શિવસેનાના અમુક વિધાનસભ્યો(MLAs)ને લઈને સુરત નીકળી ગયા છે.
ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(BJP, Shivsena and NCP) ના ઉમેદવાર પોતાનો જીતનો જશ્ન મનાવી રહ્યા હતા, એ વચ્ચે એકનાથ શિંદેએ મહાવિકાસ આઘાડી સરકાર(MVA Govt)ના પાયા હલાવી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકરણમાં ભૂકંપ- શિવસેનાના વિધાનસભ્ય બાદ હવે સાંસદ પણ નોટરિચેબલ- જાણો વિગત
એકનાથ શિંદે રાતથી ગાયબ થઈ ગયા છે, તો બીજી તરફ વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ ગાયબ થઈ ગયા છે તેનાથી રાજકીય સ્તરે જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ આજે સવારના નાશિક(Nashi)માં યોગ દિન(Yoga Day) નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી પૂરાવાના હતા. પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા જ નથી.
મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે અચાનક ફડણવીસના ગાયબ થવાથી જોરદાર ચર્ચા ચાલી રહી છે. ફડણવીસ વહેલી સવારે જ દિલ્હી જવાના રવાના થઈ ગયા છે. તેથી બહુ જલદી રાજ્યમાં સત્તા પરિવર્તનની શક્યતા જણાઈ રહી છે.