471
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર થઈ રહ્યા હોય તેવું લાગે છે. વિધાન પરિષદની ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પરાજયનો સામનો કરવો પડયો છે ત્યારે બીજી તરફ શિવ સેના આંતરિક લડાઇનો સામનો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
મંગળવારે સવારે માધ્યમોમાં એવા સમાચાર વહેતા થયા છે કે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે તેમજ 13 ધારાસભ્યો કોઈના સંપર્કમાં નથી. આટલું જ નહીં મળતી માહિતી મુજબ તેઓ સુરતમાં છે અને ગ્રાન્ડ ભગવતી હોટલ માં તેમની મીટીંગ ચાલી રહી છે. જોકે આ સમગ્ર વિષય સંદર્ભે શિવસેનાએ કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
આ સમાચાર સવારે આઠ વાગે લખાયા છે અને વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે .
You Might Be Interested In