પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment