News Continuous Bureau | Mumbai
નેશનલ હેરાલ્ડ કેસ(National Herald case) પ્રકરણમાં કોંગ્રેસના નેતા(Congress leader) રાહુલ ગાંધીની(Rahul Gandhi) ત્રણ દિવસ સતત ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. શુક્રવારે પણ તેમને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન રાહુલ ગાંધીએ આ પ્રકરણમાં મોતીલાલ વોરાનું(Motilal Vora) નામ લેતા તેમનો દીકરો અરુણ વોરા(Arun Vora) ભડકી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે મોતીલાલ વોરા ગાંધી પરિવારના(Gandhi family) વર્ષો જૂના નજીકના અને વફાદાર માણસ ગણાતા હતા.
બુધવારે તપાસ દરમિયાન રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયન(Young Indian) એજેએલ(AJL) વ્યવહાર બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(Associated Journals Ltd.) અને યંગ ઈન્ડિયન કંપનીમાં(Young Indian Company) થયેલા કરાર સંબંધિત તમામ વ્યવહાર કોંગ્રેસના ભૂતપૂર્વ ટ્રેઝરર જોતા હતા. તેથી આ બાબતે તેમને કોઈ જાણ નથી. રાહુલ ગાંધીએ તપાસ દરમિયાન કહ્યું હતું કે યંગ ઈન્ડિયને લીધેલા કોઈ પણ લોનની તેમને માહિતી નથી. તેની તમામ જવાબદારી તત્કાલિન ટ્રેઝરર મોતીલાલ વોરાની હતી.
આ સમાચાર પણ વાંચો : સંસદનું ચોમાસું સત્ર જુલાઇ મહિનાની આ તારીખથી થઇ શકે છે શરૂ- આ વખતે 17 દિવસ ચાલશે સંસદ
રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ થી અરુણ વોરા ભટકી ગયો છે અને તેમણે કહ્યું હતું કે તેમના પિતા આવું કઈ કરી શકે નહીં. રાહુલ ગાંધી તેમના પિતા મોતીલાલ પર આ પ્રકારના આરોપ કરી શકે નહીં પણ સત્યનો હંમેશા વિજય થાય છે. તેથી સોનિયા ગાંધી(Sonia Gandhi), રાહુલ ગાંધી અને મોતીલાલ વોરાનો નક્કી વિજય થશે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે(mallikarjun kharge) અને પવન બંસલે પણ EDની તપાસ દરમિયાન પક્ષના તમામ આર્થિક વ્યવહાર(Economic transactions) મોતીલાલ વોરા જોતા હતા પણ આ ડીલ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહોતો.