News Continuous Bureau | Mumbai
બિહાર(Bihar)ના યુવાઓને સેના(Army)માં ભરતી માટે સરકારે તાજેતરમાં જાહેર કરેલી અગ્નિપથ યોજના(Agnipath schem) બહુ પસંદ પડી હોય તેવું લાગતું નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહ(defence minister Rajnath) દ્વારા યોજનાની જાહેરાત થતા જ શરૂ થયેલો વિરોધ હવે બિહારના અલગ અલગ શહેરો સુધી પહોંચી ગયો છે.
#अग्निवीर #Agniveers #Agnipath #tourofduty protest from maner, bihar@HansrajMeena @yadavtejashwi pic.twitter.com/d2K9DD0Fu0
— Dhiraj Kumar (@DhirajK22702206) June 15, 2022
સેનામાં ભરતી માટે સરકાર(Govt)ની અગ્નિપથ યોજનાનો વિરોધ તેજ બની રહ્યો છે. આ બધા વચ્ચે બિહારના જહાનાબાદ, મુંગેર, છપરા, આરા, નવાદામાં પ્રદર્શનકારીઓએ આગચંપી કરી છે. બક્સર, મુઝફ્ફરપુર, જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તો આ યોજનાના વિરોધમાં સફિયારસરાય પાસે સેના ભરતી(Army recruitment)માટે તૈયારી કરી રહેલા કેટલાક યુવાઓએ આજે સવારની દોડ બાદ સફિયાબાદ ચોક પાસે ટાયરો બાળ્યા(Tires burned) છે.
#WATCH | Bihar: Armed forces aspirants protest at Bhabua Road railway station, block tracks & set a train ablaze over #AgnipathRecruitmentScheme
They say, "We prepared for long&now they've brought ToD (Tour of Duty) as a 4-yr job.Don't want that but the old recruitment process" pic.twitter.com/TmhfnhHiVg
— ANI (@ANI) June 16, 2022
જહાનાબાદ(Jehanabad)માં વિદ્યાર્થીઓનું આંદોલન(student protest) ઉગ્ર બન્યું છે. રેલવે ટ્રેક જામ કરી રહેલા વિદ્યાર્થીઓએ પથ્થરમારો (stone pelting)કર્યો. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર આવ્યા નથી. પરંતુ આ કારણે ટ્રેનની સેવા(train service) ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ પ્રદર્શનના કારણે જનશતાબ્દી એક્સપ્રેસ(Janshatabdi Express) લગભગ 30 મિનિટ મોડી પડી હતી. જહાનાબાદમાં થયેલા વિરોધની અસર રાષ્ટ્રીય રાજમાર્ગ 83 અને 31 ઉપર પણ પડી છે.
#BreakingNews #Bihar students Protest Against #Agnipath #Agniveer
#AgnipathRecruitmentScheme At #Bhabua station, protesting students put the train in fire. this is no armed forces govt job , this is It's a joke with the unemployed Students . #ModiMustResign pic.twitter.com/iqUKYKNVqh— PAYAL SHAHU (@PAYALSHAHU62) June 16, 2022
વાત જાણે એમ છે કે યુવકોને ઉમર મર્યાદા, કાર્યકાળની મર્યાદા મામલે વાંધો છે. વિરોધીઓના કહેવા પ્રમાણે, સરકારે 4 વર્ષ સુધી સેનામાં સેવા કરવાની તક આપી છે. તે પછી શું થશે તેની કોઈને ખબર નથી. આ તેમના રોજગારનું સીધું ઉલ્લંઘન છે. તે આર્મીમાં જોડાવા માંગે છે, પરંતુ ફુલ ટાઈમ જોબ તરીકે. તેમણે કહ્યું કે જો સરકાર આ યોજનાને જલ્દી પાછી નહીં ખેંચે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે(central govt) આર્મી, નેવી અને એરફોર્સ(airforce)ની ત્રણેય શાખાઓમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી કરવા માટે 14 જૂને અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ યુવાનોએ 4 વર્ષ સુધી સંરક્ષણ દળમાં ફરજ બજાવવી પડશે. સરકારે પગાર અને પેન્શનના બજેટમાં ઘટાડો કરવા માટે આ પગલું ભર્યું છે.