News Continuous Bureau | Mumbai
વિપક્ષની(opposition party) મહત્વની બેઠક પહેલા TMC ચીફ(Chief) અને પશ્ચિમ બંગાળના(West Bengal) CM મમતા બેનર્જીએ(CM Mamata Banerjee) NCP પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) સાથે મુલાકાત કરી છે.
બંને નેતાઓ વચ્ચેની આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલી.
આ દરમિયાન બંને નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) અંગે ચર્ચા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બેઠક અંગે શરદ પવારે ટ્વિટ કરીને લખ્યું કે મમતા બેનર્જી આજે મને દિલ્હીમાં(Delhi) મારા નિવાસસ્થાને મળ્યા હતા. અમે આપણા દેશને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ આજે દિલ્હીમાં વિપક્ષી નેતાઓની બેઠક પણ બોલાવી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને ઈડીનું તેડું-આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ-જાણો શું છે મામલો