News Continuous Bureau | Mumbai
દેશમાં બેરોજગારી(Unemployment) અને મોંઘવારી(Inflation) સતત વધી રહી છે અને તેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ત્યારે બીજી તરફ બીજેપી સાંસદ વરુણ ગાંધીBJP MP Varun Gandhi) મોદી સરકાર(Modi Govt)ને ઘેરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. યુવા, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાઓ પર વરુણ ગાંધી પાર્ટી લાઇનની બહાર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે વરુણ ગાંધીએ બેરોજગારીના મુદ્દે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન – AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ના વખાણ કર્યા છે.
बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा।
मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ
— Varun Gandhi (@varungandhi80) June 13, 2022
પ્રાપ્ત જાણકારી મુજબ એક સભાને સંબોધિત કરતી વખતે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)એ ખાલી પડેલી સરકારી જગ્યાઓનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન ઓવૈસીએ એમ પણ કહ્યું કે, 'આ આંકડા બીજા કોઈએ નહીં પણ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી(BJP MP Varrun gandhi)એ શેર કર્યા છે. ઓવૈસીના આ નિવેદનનો વીડિયો શેર કરીને વરુણ ગાંધીએ તેમનો આભાર માન્યો છે.
जब बेरोजगारी 3 दशकों के सर्वोच्च स्तर पर है तब यह आँकड़े चौंकाने वाले हैं।
जहां भर्तियाँ न आने से करोड़ों युवा हताश व निराश है, वहीं ‘सरकारी आँकड़ों’ की ही मानें तो देश में 60 लाख ‘स्वीकृत पद’ खाली हैं।
कहाँ गया वो बजट जो इन पदों के लिए आवंटित था?
यह जानना हर नौजवान का हक है! pic.twitter.com/dxtn64IeRz
— Varun Gandhi (@varungandhi80) May 28, 2022
ઓવૈસીના આ નિવેદનને શેર કરતા વરુણ ગાંધીએ કહ્યું, 'બેરોજગારી આજે દેશનો સૌથી જ્વલંત મુદ્દો છે અને આખા દેશના નેતાઓએ આ મુદ્દે સરકાર(Govt)નું ધ્યાન દોરવું જોઈએ. બેરોજગાર યુવાનોને ન્યાય મળવો જોઈએ, તો જ દેશ શક્તિશાળી બનશે. હું આભારી છું કે રોજગાર(employment) પર ઉઠાવવામાં આવેલા મારા પ્રશ્નોનો ઓવૈસીજીએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો.
આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – મે મહિનામાં છૂટક મોંઘવારીમાં આવ્યો મોટો ઘટાડો- સરકારે જાહેર કર્યા આંકડા
તમને જણાવી દઈએ કે, આ પહેલા વરુણ ગાંધીએ સરકારના વિવિધ વિભાગોનો ઉલ્લેખ કરીને ડેટા શેર કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'જ્યારે બેરોજગારી(Unemployment) 3 દાયકાના સર્વોચ્ચ સ્તરે છે, ત્યારે આ આંકડા ચોંકાવનારા (Job Deta)છે. ભરતીઓ ન મળવાને કારણે કરોડો યુવાનો નિરાશ છે, જ્યારે 'સરકારી આંકડાઓ'નું માનીએ તો દેશમાં 60 લાખ 'મંજૂર પોસ્ટ' ખાલી છે. આ જગ્યાઓ માટે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે ક્યાં ગયું? આ જાણવાનો દરેક યુવકનો અધિકાર છે!'