News Continuous Bureau | Mumbai
ઉપનગરીય રેલવે લાઇન(Suburban railway line) પર સમારકામ અને તકનીકી કાર્ય(Technical work) માટે મધ્ય રેલ્વે(Central Railway) અને પશ્ચિમ રેલ્વે(Western Railway) પર આવતીકાલે એટલે કે રવિવાર, 12 જૂન, 2022 ના રોજ મેગા બ્લોક(Mega block) લેવામાં આવશે.
રવિવારે સવારે 10.55 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધી મધ્ય રેલવેના CSMT-વિદ્યાવિહાર અપ અને ડાઉન સ્લો રૂટ પર મેગાબ્લોક લેવામાં આવશે. આ બ્લોક સમયગાળા દરમિયાન, CSMTથી સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડનારી ધીમી ટ્રેનોને CSMT અને વિદ્યાવિહાર સ્ટેશનો(Vidyavihar station) વચ્ચે ફાસ્ટ લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર ઉભી રહેશે અને પછી સ્લો લાઈનના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. આ સિવાય ઘાટકોપરથી સવારે 10.41 થી બપોરે 3.52 સુધી ઉપડતી ધીમી સેવાને વિદ્યાવિહાર અને સીએસએમટી વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. તે કુર્લા, શિવા, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર ઉભી રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ચોમાસુ બેસે તે પહેલા મેઘરાજાની એન્ટ્રી-IMD દ્વારા આ આગાહી કરાઈ-જાણો આજે દિવસભર કેવું વાતાવરણ રહેશે
હાર્બર રેલ્વે લાઇન(Harbor railway line) પર CSMT – ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર ડાઉન રૂટ પર સવારે 11.40 થી સાંજે 4.40 સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા – CSMT અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ બ્લોક સમયગાળા દરમિયાન, CSMT થી વાશી/બેલાપુર/પનવેલ સુધીના ડાઉન હાર્બર રૂટ પરની ટ્રેનો સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી અને CSMT થી બાંદ્રા/ગોરેગાંવ સુધી સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી રદ્દ રહેશે. પનવેલ/બેલાપુર/વાશીથી સીએસએમટી પર સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી અને ગોરેગાંવ/બાંદ્રાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીના હાર્બર રૂટ પર સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી ટ્રેનો રદ્દ રહેશે. મુસાફરોની સુવિધા માટે બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે.