News Continuous Bureau | Mumbai
એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાના(International News Organization) રિપોર્ટ મુજબ વિદેશ(Foreign) માં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલ ના(Clinical trials) આશ્ચર્યજનક અને સુખદ પરિણામ આવ્યા છે. મળતી માહિતી મુજબ એક નાના ક્લિનિકલ ટ્રાયલમાં કુલ ૧૮ દર્દીઓને છ મહિના સુધી મળાશય ના કેન્સર(Cancer) માટે દવા આપવામાં આવી હતી. દવાનો કોર્સ(Course of medicine) પત્યા બાદ તમામ દર્દીઓની વૈદકીય તપાસ(Medical examination) કરાતા તેઓ સંપૂર્ણ રીતે સાજા થયા હોવાનું બહાર આવ્યું છે. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા છે તેમજ તબીબી જગતમાં ઉત્સાહનું વાતાવરણ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દર્દીઓને ‘Dostarlimab’ નામનું ડ્રગ આપવામાં આવ્યું હતું. આ ડ્રગ માનવ શરીરમાં એન્ટીબોડી તરીકે કામ કરે છે. દવા આપ્યા બાદ શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં દરેક દર્દીઓનું કેન્સર સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે ન્યૂયોર્કના(New York) ડોક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માનવ જગતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે.
આ સમાચાર પણ વાંચો : ચોમાસુ આગળ વધતું અટક્યું -શું આ વર્ષે 3૮ ટકા વરસાદ ઓછો પડશે- વૈજ્ઞાનિકની ચેતવણીથી ચિંતા વધી
ઉલ્લેખનીય છે કે હાલ કેન્સરને રોકવા માટે કિમોથેરાપી(Chemotherapy), રેડિયેશન થેરપી(Radiation therapy) તેમજ ઇનવેસીવ સર્જરી(Invasive surgery) કરવામાં આવે છે. હવે આવનાર દિવસમાં આ ટ્રાયલ અલગ પ્રકારે આગળ ધપાવવામાં આવશે. જો તમામ તબક્કે ટ્રાયલ સફળ રહ્યું તો માનવ જગતમાંથી કેન્સર ખતમ થઇ જશે.