News Continuous Bureau | Mumbai
વિશ્વ પ્રસિદ્ધ સંતૂર વાદક શિવકુમાર શર્મા(Santoor player Shivkumar Sharma)ના અવસાનથી કલાપ્રેમીઓ હજુ ઉભરાયા નથી કે પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરી(Bhajan sopori)નું પણ આજે નિધન થયું છે. સુપ્રસિદ્ધ સંતૂર વાદક અને સંગીતકાર પંડિત ભજન સોપોરીનું આજે ગુરુગ્રામ(Gurugram)ની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા અને બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત(classical music) (સંતૂર)માં તેમના યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પંડિત ભજન સોપોરીના નિધનથી દેશમાં શોકનો માહોલ છે. સેલેબ્સ અને રાજકારણના લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પંડિત ભજન સોપોરીને સંતૂરના સંત અને સ્ટ્રીંગન્સના રાજા ગણવામાં આવતા હતા
કાશ્મીર(kashmir)ના પ્રખ્યાત સોપોરી સુફિયાના ઘરાનાના પંડિત ભજન સોપોરીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર દેશનું નામ રોશન કર્યું છે. પંડિત ભજન સોપોરીને પ્રતિષ્ઠિત પદ્મશ્રી, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, J&K ગવર્નમેન્ટ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2016, J&K સ્ટેટ એવોર્ડ 2007 જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભજન સોપોરીએ તેમના દાદા એસસી સોપોરી(Grandfather SC Sopori) અને પિતા એસએન સોપોરી પાસેથી સંતૂર(Santoor)નું જ્ઞાન ઘરે જ મેળવ્યું હતું. એમ પણ કહી શકાય કે સંતૂર વગાડવાનું શિક્ષણ(edatucation) તેમને વારસામાં મળ્યું હતું. તેમણે દાદા અને પિતા પાસેથી ગાયન શૈલી અને વાદ્ય શૈલીમાં શિક્ષણ મેળવ્યું હતું. ભજન સોપોરીએ અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. આ પછી, તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ પણ કર્યો હતો.