News Continuous Bureau | Mumbai
મુંબઈગરાના નસીબમાં ચોમાસા(Monsoon)ના ચાર મહિના હાલાકી જ લખી છે. કરોડ રૂપિયા નાળાસફાઈ પાછળ ખર્ચ્યા બાદ પણ મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત સરકારને ખાતરી છે કે ચોમાસામાં મુંબઈ પાણી(Mumbai flood)માં ડુબવાની જ છે.
મહારાષ્ટ્ર(Maharashtra)ના પર્યટન અને પર્યાવરણ તથા ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે(AdityaThackeray)એ આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાશે જ એવી કબૂલાત કરીને પોતાના હાથ ઉપર કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi વિદેશ પ્રવાસે, ક્વાડ સંમેલનમાં ભાગ લેવા આ મહિનાની 24 તારીખે જશે જાપાન, આ ત્રણ દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખો સાથે કરશે બેઠક..
પત્રકારો સાથે વાતચીત દરમિયાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે પાલિકા પ્રશાસને ચોમાસા માટે તમામ તૈયાર કરી લીધી છે. તમામ યંત્રણા સજ્જ છે. છતાં ચોમાસા દરમિયાન જો એક દિવસમાં ૨૦૦ મિલીમીટર કરતા વધુ વરસાદ(Rain) પડ્યો, વાદળ ફાટ્યું(cloud burst), કે પછી દરમિયાન મોટી ભરતી હશે અને તે દિવસે જ અતિવૃષ્ટિ થઈ તો તો મુંબઈ પાણીમાં ડૂબી શકે છે.
મુંબઈમાં અત્યાર સુધી ૭૮ ટકા નાળાસફાઈ થઈ હોવાનો દાવો કરતા ઉપનગરના પાલક પ્રધાને કહ્યું હતું કે અત્યાર સુધી જુદી જુદી કરેલી ઉપાયયોજનાને કારણે મુંબઈના ૯૦ ટકા ફ્લડિંગ(flooding spot) સ્પોટ પર પાણી ભરાવવાનું પ્રમાણ ઓછું થયું છે. છતાં અતિવૃષ્ટિ, વાદળ ફાટવા જેવા કુદરતી પ્રકોપને રોકવું શક્ય નથી.