News Continuous Bureau | Mumbai
દેશમાં એક જ ટેકસ(Tax)ની 1 જુલાઈ 2017થી શરૂ થયેલી નવી પ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી (GST) અંગે કેટલીયે કાયદાકીય ગૂંચ અને અર્થઘટનના મામલા ટ્રિબ્યુનલ અને કોર્ટમાં ચાલી રહ્યા છે ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે આજે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ(Justice DY Chandrachud)ની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે GSTના કાયદા, નિયમ અને કરવેરામાં ફેરફાર કરવાની સત્તા GST કાઉન્સિલ(GST council) પાસે નથી. આ સત્તા સમાંતર રીતે કેન્દ્ર સરકાર(Central govt)માં સંસદ અને રાજ્ય સ્તરે વિધાનસભા(Assembly)ની છે. કાઉન્સિલ માત્ર સમજણપૂર્વક કામ કરવા માટેની એક રચના છે. એટલે કાઉન્સિલ ભલામણ કરે એટલે તે કાયદો બનવો જ જોઈએ અને તે મુજબ આ ટેકસની આકારણી થવી જ જોઈએ એવું જરૂરી નથી. તે માત્ર પ્રોત્સાહક કે પ્રેરણાદાયી છે. અદાલતે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓમાં ફરક હોય તો તેના ઉકેલની જોગવાઈ કરવા માટે જીએસટીમાં કોઈ જોગવાઈ નથી. જો આવી સ્થિતિ સર્જાય તો જીએસટી કાઉન્સિલ તેમને યોગ્ય સલાહ આપે છે.
આ સમાચાર પણ વાંચો : અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો, આ તારીખે થશે સજાનો નિર્ણય.. જાણો વિગતે
જીએસટી(GST)ના અમલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર(Central govt)ના સમન્વય માટે જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવી છે. તેના વડા તરીકે દેશના નાણાં પ્રધાન(Finance minister) હોય છે અને રાજ્યોના નાણા પ્રધાનો GST કાઉન્સિલના સભ્યો હોય છે.
સર્વોચ્ચ અદાલત(Supreme court)નો આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટ(Gujarat high court)ના આદેશને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે જેમાં હાઈકોર્ટે 2020 માં રિવર્સ ચાર્જ હેઠળ દરિયાઇ માલના આયાતકારો પર આઇજીએસટી લાદવાના નિર્ણયને રદ કર્યો હતો. સરકારે 5 ટકા આઇજીએસટી લાદવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે પણ હવે ગુજરાત હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે 1લી જુલાઈના રોજ જીએસટીને 5 વર્ષ પૂર્ણ થશે. GST કાયદો 1 જુલાઈ 2017 ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ અને સેલ્સ ટેક્સને જોડીને GST બનાવવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો આંચકો, 34 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે ફટકારી 1 વર્ષની સજા.