News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) ટાણે કોંગ્રેસ(Congress)ને મોટો આંચકો લાગ્યો છે. યુવા નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસ(Hardik Patel resign from congress)ના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિકે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhiને પત્ર લખીને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. આ માહિતી તેમણે પોતે ટ્વીટ(tweet) કરીને આપી છે. તેમણે લખ્યું- આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ(congress)ની ટીકા કરવાની સાથે પાર્ટીના નેતૃત્વને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ તે સતત ભાજપ(BJP)ની પ્રશંસા કરી રહ્યા હતા. એવામાં તેઓ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો છે અને હવે ભાજપના નેતાઓને મળવાથી આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે.
આ સમાચાર પણ વાંચો: શું જાણી જોઈને ક્રેશ કરાવવામાં આવ્યું હતું ચીની વિમાન? પ્લેન અકસ્માત અંગે થયો આ ચોંકાવનારો ખુલાસો, જાણી હચમચી જશો…