News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) અને MNS વચ્ચેના શાબ્દિક યુદ્ધ(Word War) દિવસેને દિવસે વકરી રહ્યું છે. મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(CM uddhav Thackeray) શનિવારે બીકેસીમાં(BKC) આયોજિત સભામાં MNSના અધ્યક્ષ રાજ ઠાકરેની(raj Thackeray) ટીકા કરી હતી. મુખ્ય પ્રધાને રાજ ઠાકરેનું નામ લીધા વગર જ ટીકા કરતા કહ્યું હતું કે ‘એક વ્યક્તિ પોતે બાળાસાહેબ ઠાકરે(bala saheb Thackeray) હોય એવા ભ્રમમાં જીવે છે. તેને ‘મુન્નાભાઈ…’ ફિલ્મમાં હીરોને ગાંધીજી દેખાય છે એવી રીતે બાળાસાહેબ દેખાય છે. તેના મગજમાં કેમિકલ લોચો છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી.’
ઉદ્ધવ ઠાકરેની આ ટીકા બાદ MNSનાં નેતા શાલિની ઠાકરેએ(Shalini thackeray) ઉદ્ધવ ઠાકરે પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા(Social media) પર ટ્વીટ(tweet) કરીને કહ્યું હતું કે રાજ ઠાકરે મુન્નાભાઈ હોવાનું કહેનારા ઉદ્ધવ ઠાકરે તો કલાનગરના સર્કિટ છે.
શનિવારે બાંદરાના બીકેસી ખાતેના એમએમઆરડીએ(MMRDA) ગ્રાઉન્ડમાં આયોજિત શિવસેનાની જાહેર સભામાં મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેનું નામ લીધા વગર જ તેમને નિશાના પર લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર આ કોંગ્રેસી નેતાની માંગ, કહ્યું- કુતુબ મિનાર-તાજ મહેલ સરકારાધીન, હિંદુઓને સોંપી દો..
આ દરમિયાન MNS મહિલા અધ્યક્ષ શાલિની ઠાકરેએ ટ્વીટમાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં રાજ ઠાકરેના અડધા ચહેરા પર બાળાસાહેબનો ફોટો મૂક્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘ક્યારેક બાળાસાહેબ દેખાય છે, ક્યારેક ભગવા રંગની શાલ પહેરીને ફરે છે એવું કહેનારાને આ ફોટો ઘણું કહી જાય છે. માત્ર કલાનગરના સર્કિટને એ દેખાતું નથી.’