ક્રિસ ગેઈલનું છલકાયું દર્દ, IPLમાં નહીં રમવાનું જણાવ્યું આ કારણ; જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai

વેસ્ટ ઈન્ડિઝ(West indies)ના ક્રિકેટર અને આઈપીએલ(IPL)માં ધમાકેદાર બેટિંગ માટે જાણીતા ક્રિસ ગેઈલે(Chris Gayle) તે આઈપીએલની ૧૫મી સિઝનમાં શા માટે નથી રમ્યો તેનું કારણ જણાવ્યું છે. ગેઈલે પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, તેણે ઘણું બધું કર્યું હોવા છતાં કેટલાક વર્ષોમાં તેની સાથે યોગ્ય વર્તન નથી કરવામાં આવ્યું. જોકે તેણે આગામી વર્ષે આઈપીએલમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

છેલ્લા કેટલાક વર્ષથી આઈપીએલમાં મારા યોગદાન બદલ પણ મારી અવગણના થતી હોય તેવું મને લાગ્યું હતું જેથી આ વર્ષે મે ડ્રાફ્ટ ખેલાડી તરીકે નોંધણી કરાવવાનું ટાળ્યું હતું. હંમેશા ક્રિકેટ પછી સામાન્ય જીવન પણ જીવી શકાય છે અને હું તે માટે અનુકૂળ બનાવવા પ્રયાસ કરી રહ્યો છું. જોકે ગેઈલે આગામી વર્ષે ફરીથી આઈપીએલમાં રમવાની તૈયારી પણ દર્શાવી હતી અને તે આરસીબી અથવા પંજાબ કિંગ્સ(Punjab kings) તરફથી રમવાનું પસંદ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. ગેઈલ આઈપીએલ(IPL)ના ઈતિહાસમાં ૧૭૫ રનનો રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત તેણે ૧૪૨ મેચમાં ૪,૯૬૫ રન કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : નવનીત રાણાનો હોસ્પિટલમાં MRI કરાવતો ફોટોસ થયા લીક, શિવસેનાએ લીલાવતી હોસ્પિટલ પાસે માંગ્યા આ પ્રશ્નોના જવાબ, BMCએ નોટિસ ફટકારી.

આઈપીએલના પ્રારંભથી ક્રિસ ગેઈલને સ્ટાર બેટર તરીકે જોવામાં આવતો હતો અને તેણે અનેક વખત ટોચનું પ્રદર્શન કર્યું હતું. ગેઈલ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો અને બાદમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમજ પંજાબ કિંગ્સમાંથી રમ્યો હતો. 

યુનિવર્સિટ બોસ ૨૦૧૯માં પંજાબ તરફથી છેલ્લે આઈપીએલ રમ્યો હતો અને સૌથી વધુ રન કરનાર છઠ્ઠો બેટ્‌સમેન રહ્યો હતો. ત્યારબાદ ૨૦૨૦ અને ૨૦૨૧માં ગેઈલને પંજાબ કિંગ્સના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરવો પડ્યો હતો. ગત વર્ષે ગેઈલે ૧૦ મેચમાં ૧૨૫.૩૨ની સ્ટ્રાઈક રેટથી ૧૯૩ રન કર્યા હતા. અગાઉ ૨૦૨૦માં તેણે ફક્ત સાત મેચ રમી હતી અને ૨૮૮ રન કર્યા હતા. 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!