News Continuous Bureau | Mumbai
છેલ્લાં બે દાયકામાં મુસલમાનો(Muslims) ના પ્રજનન દરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. જોકે બાકીના ધર્મો કરતા મુસ્લિમ સમુદાયમાં(Muslim community) પ્રજનન દર વધારે છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(Ministry of Health and Family Welfare) દ્વારા જાહેર કરવામાં આવેલા એક તાજા સર્વેક્ષણમાં આ માહિતી જાહેર કરવામાં આવી છે.
આ રિપોર્ટ પ્રમાણે પાંચમા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા પરથી જાણવા મળે છે કે 2019-21 દરમિયાન મુસ્લિમ સમુદાય(Muslim community)માં પ્રજનન દર(TFR) ઘટીને 2.36 થઈ ગયો છે. જ્યારે 2015-16માં આ દર 2.62નો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલય(Health ministry) દ્વારા 1992-93માં કરવામાં આવેલા પહેલા સર્વે દરમિયાન મુસલમાનોમાં પ્રજનન દર 4.4નો હતો. જેમાં પાંચમા સર્વેમાં એટલે કે 2019-21માં ઘટીને 2.3 થઈ ગયો છે. પ્રજનન દર એટલે કે એક મહિલા સરેરાશ રીતે પોતાના પ્રજનનકાળ માં કુલ કેટલા બાળકો પેદા કરી રહી છે.
આ સર્વેમાં મુજબ દેશમાં સરેરાશ પ્રજનન દર ગત સર્વેના 2.7 ટકાથી ઘટીને રહી ગયો છે. મુસ્લિમ સમુદાયનો પ્રજનન દર ઘટી ગયો છે પરંતુ અન્ય ધર્મની સરખામણીમાં તેમનો દર વધારે જ છે. પાંચમા સર્વે મુજબ હિંદુ સમુદાયનો(Hindu community) પ્રજનન દર 1.94 છે. જે 2015-16માં 2.1 હતો. જ્યારે પહેલા સર્વેમાં એટલે કે 1992-93માં હિંદુઓનો પ્રજનન દર 3.3.નો હતો.
2019-21માં ક્રિશ્રન(Christain) સમુદાયનો પ્રજનન દર 1.88, શીખ(Sikh) સમુદાયનો પ્રજનન દર 1.61 અને જૈન સમુદાયનો 1.6 રહ્યો છે. આ ઉપરાંત દેશમાં સૌથી ઓછો પ્રજનન દર બૌદ્ધ અને નવ-બોદ્ધ સમુદાયમાં છે. જે ફક્ત 1.39 છે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…
જોકે છેલ્લા થોડા વર્ષમાં શીખ અને જૈન સમુદાયમાં(Jain) પ્રજનન દર વધ્યો છે. ગત સર્વેમાં શીખોનો પ્રજનન દર 1.58 હતો તે હવે વધીને 1.61 થઈ ગયો છે. તો જૈન સમુદાયનો આંકડો 1.2થી વધીને 1.6 થઈ ગયો છે.
ભારતમાં હવે ફક્ત પાંચ રાજ્યોમાં પ્રજનન દર 2.1થી વધારે છે. જેમાં બિહાર 2.98, ઉત્તર પ્રદેશ 2.35, ઝારખંડ 2.25. મેઘાલય 2.91 અને મણિપુરમાં 2.17 છે.