News Continuous Bureau | Mumbai
ભારે ગરમીના કારણે લોકો (summer)પરેશાન જોવા મળી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલી ગરમીના કારણે અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. ગુજરાત(Gujarat)ના ઘણા જિલ્લાઓમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગ (IMD)દ્વારા કરવામાં આવેલી આગાહીને જોતા કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ(light Rain)ની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : ઉડતા વિમાનમા થયો ઝગડો….લોકો બૂમો પાડતા રહ્યા પણ મારામારી ન રોકાઈ, બચાવનારને પણ પડી લાત અને મુક્કા. જુઓ વીડિયો
દક્ષિણ ગુજરાત(South Gujarat)ના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. બીજી તરફ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે છે. હાલ સતત વધી રહેલા તાપમાનના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક-બે દિવસથી મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના અનેક જિલ્લાઓમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે, તો કરા પડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓના મતે રાજ્યમાં સિસ્ટમ સક્રિય હોવાને કારણે હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે, ત્યાં આગામી થોડા દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.