News Continuous Bureau | Mumbai
કરણ જોહર નો (Karan Johar)ફેમસ ચેટ શો 'કોફી વિથ કરણ' (koffee with karan)લાંબા બ્રેક બાદ ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. આ સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હોટ ન્યૂઝમાં રસ ધરાવનારાઓની ઉત્તેજના પણ વધવા લાગી છે. દરેક વ્યક્તિ શોમાં પોતાના ફેવરિટ સ્ટારને જોવા અને તેની સાથે જોડાયેલી વાતો જાણવાની રાહ જોઈ રહી છે. આ સાથે શો વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે, જે મુજબ કરણ જોહર આ વખતે તેના શોમાં સાઉથની સુપરહિટ જોડી (south couple) ને તેના ચેટ શો માં આમંત્રણ આપશે.આ જોડી બીજી કોઈ નહિ પરંતુ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના (Allu Arjun Rashmika Mandanna) છે.
આ સમાચાર પણ વાંચો: અજય દેવગણે શાહરૂખ ખાન સાથેની લડાઈ ના સમાચાર ને ગણાવી અફવા, કહી આ વાત
કરણ જોહરના આ શો વિશે ઘણા સમયથી એવા અહેવાલો હતા કે હવે આ શો બંધ થઈ ગયો છે, પરંતુ કરણે તાજેતરમાં જ આ શો ફરી શરૂ થવાની માહિતી આપી હતી અને આ નવી સિઝન સાથે તે ભવ્ય કમબેક કરવાની યોજના બનાવી રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સીઝનની ગેસ્ટ લિસ્ટ ખૂબ જ રસપ્રદ હશે અને બોલિવૂડ તેમજ સાઉથ સેલેબ્સ (bollywood and south celebs) પણ કરણ સાથે કોફી પીતા જોવા મળશે. આ સિઝનના પહેલા ગેસ્ટ વિશે એવા અહેવાલો છે કે કરણ આલિયા ભટ્ટ અને રણવીર સિંહ (Alia Bhatt and Ranveer Singh)સાથે ચિટ-ચેટિંગ કરતો જોવા મળશે. આ પછી, એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, 'પુષ્પા ધ રાઇઝ'ના (Pushpa star) સ્ટાર્સ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના શોમાં હાજરી આપશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહરના નિર્દેશનમાં ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની ' (Rocky aur Rani ki prem kahani) બની રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) લીડ રોલમાં છે. સાથે જ ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' આવતા વર્ષે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થશે.