News Continuous Bureau | Mumbai
ચાર ધામ(Chardham)માંથી એક બાબા કેદારનાથ ધામ(Baba Kedarnath Dham)ના કપાટ છ મહિના બાદ આજે (શુક્રવારે) સવારે 6 વાગીને 25 મિનિટે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ધામમાં પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નાં નામે સંપન્ન કરવામાં આવી. અગાઉ અક્ષય તૃતીયા(Akshaya Tritiya)ના અવસરે એટલે કે ગત 3 મેના રોજ ચાર ધામ યાત્રા(Chardham Yatra)નો પ્રારંભ થયો હતો.
બાબા કેદારનાથ ધામ(Baba Kedarnath Dham)ના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી (Uttarakhand CM Pushkar Singh Dhami)પણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામ(Baba Kedarnath Dham doors open)ના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો(Devotee) હાજર રહ્યા હતા.
જય જય બાબા કેદારનાથ! 6 મહિના બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, જુઓ વિડિયો#HarHarMahadev #Kedarnath #temple #KedarnathTemple #dooropening #devotee pic.twitter.com/ykNsh7CT1j
— news continuous (@NewsContinuous) May 6, 2022
આ સમાચાર પણ વાંચો : બમ બમ ભોલે! બાબા બર્ફાનીની પ્રથમ ઝલક આવી સામે, લિંક પર ક્લિક કરી ઘરે બેઠા કરો ભોલે બાબાના દર્શન..
ઉત્તરાખંડ સરકારે (Uttarakhand govt) ચાર ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની સંખ્યા નક્કી કરી છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે એક દિવસમાં માત્ર 12 હજાર ભક્તો બાબા કેદારનાથ(Baba Kedarnath)ના દર્શન કરી શકશે, જ્યારે બદ્રીના(Badrinath)માં 15 હજાર, ગંગોત્રી(gangotri)માં 7 હજાર અને યમુનોત્રી(Yamunotree)માં 4 હજાર ભક્તોને જ દરરોજ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બદ્રીનાથ ધામના દરવાજા આગામી 8 મેના રોજ ખુલશે.