News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM narendra modi) તાજેતરમાં પાકિસ્તાનમાં(Pakistan) એક વિડિયો ક્લીપ સોશિયલ મિડિયા(Social media) પર ટ્વીટર, વોટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પર વાયરલ(Viral video) થઈ રહી છે. આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM)બન્યા બાદ તેમને જે પણ ઉપહાર-ગિફ્ટ મળી હતી, તેની તેઓએ લિલામી કરીને તેમાંથી જે પૈસા ઊભા થયા હતા તે ગર્લ એજ્યુકેશન ને(Girl Education) પ્રોત્સાહન આપવા માટે ખર્ચવાનો નિર્ણય લીધો હતો.
મોદીનો આ વિડિયો પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને(Imran khan) તેમને વડા પ્રધાન પદના કાર્યકાળમાં રહ્યા એ દરમિયાન તેમને જે ઉપહાર મળ્યા હતા, તેને તેમણે પોતાના અંગત વસ્તુ ગણીને પોતાની પાસે રાખી દીધા છે તે પાર્શ્વભૂમિ પર વાયરલ થઈ રહ્યો છે. ઈમરાન ખાનના વિવાદાસ્પદ નિર્ણયની નાગરિકોમાં ભારે ટીકા થઈ રહી છે. તેમણે તેમને મળેલી કિંમતી 112 વસ્તુઓ જેની લગભગ પાકિસ્તાની રૂ. 142.02 મિલિયન જેટલી કિંમત છે. આ ગિફ્ટ તેમને વડાપ્રધાન તરીકે જુદા જુદા દેશની મુલાકાત દરમિયાન મળી હતી.
Imran khan and his tosha khana raids have led to this.. Modi videos being shared in pakistani whatsapp groups @AWGoraya pic.twitter.com/S0P7Qq9c8w
— omar ali (@omarali50) May 2, 2022
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી પ્રવાસ. માત્ર 65 કલાકમાં આઠથી વધુ વૈશ્વિક નેતા સાથે મુલાકાત અને અધધ મીટીંગો. જાણો પૂર્ણ કાર્યક્રમ.
મોદીનો વાયરલ થયેલા વિડિયો માં તેઓ કહી રહ્યા છે કે જ્યારે તેઓએ ગુજરાત છોડ્યું ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે તેમને જે પણ વસ્તુઓ ઉપહાર તરીક મળી હતી, તેને તેઓએ લિલામ કરવાનો નિર્ણય લીધો છે. તેમાંથી જે પણ પૈસા ઊભા થાય તે રકમનો ઉપયોગ તેઓ ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશન(Girl child education) પાછળ ખર્ચવાનો નિર્ણય લીધો હતો. તેથી લીલામાંથી ઊભી થયેલી રકમ દાનમાં આપવાનો નિર્ણય લીધો હતો.
અહીં ઉલ્લેખનીય છે મોદીને મળેલી વસ્તુઓની ઓક્શન કરવામાં આવ્યું હતું, તેમાંથી લગભગ 100 કરોડ રૂપિયા ઊભા થયા હતા.