વાહ!!! IPO ખુલવા પહેલા જ LICના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પાંચ ગણો વધારો

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

દેશની અગ્રણી સરકારી ઈન્શ્યોરન્સ કંપની LICના IPOનો લાંબા સમયથી રોકાણકારો રાહ જોઈ રહ્યા છે. આ IPO ના માધ્યમથી સરકાર પોતાના 3.5 ટકાનો હિસ્સો વેચીને 21,000 કરોડ રૂપિયા ઊભા કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ સરકાર IPOમાં પોતાનો 5 ટકાનો હિસ્સો વેચવાની હતી. પરંતુ બજારની પરિસ્થિતિને જોતા IPO ની સાઈઝ ઘટાડી નાખી છે. આ IPO 4 મેના ખુલવાનો છે અને 9 મેના બંધ થવાનો છે. તેની માટે 902-949 રૂપિયાની બેસ્ટ પ્રાઈઝ રાખવામાં આવી છે. બજારના જાણકારોના કહેવા મુજ અત્યાર સુધીનો આ સૌથી મોટો IPO બની રહેવાનો છે.

LICનો IPO આવવા પહેલા સુધી દેશમાં સૌથી મોટો IPO નો રેકોર્ડ ફિનટેક પ્લેટફોર્મ(Record fintech platform) Paytmની પેરેન્ટ કંપની One 97 કમ્યુનિકેશનના નામ પર છે. આ IPO ગયા વર્ષે આવ્યો હતો. તેની ટોટલ સાઈઝ 18,300 કરોડ રૂપિયા હતી. જોકે આ IPOમાં રોકાણકારોને બહુ રસ જાગ્યો નહોતો. Paytmના સ્ટોક IPOની ઈશ્યુ પ્રાઈઝ 2,150 રૂપિયાની સરખામણીમાં 9 ટકા ડિસ્કાઉન્ટની સાથે 1,955 રૂપિયા ઉપર લિસ્ટ થઈ હતી.

ગયા વર્ષે નવેમ્બરમાં Paytm બજારમાં આવી તે પહેલા સુધી IPOનો રેકોર્ડ કોલ ઈન્ડિયા(Coal India) ના નામ હતો. કોલ ઈન્ડિયાનો  IPO 2010માં આવ્યો હતો અને સરકારી કોલસાની કંપનીએ ત્યારે IPOના માધ્યમથી બજારમાંથી 15,000 કરોડ રૂપિયા ઊભા કર્યા હતા, તેમાં રોકાણકારોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. કોલ ઈન્ડિયાના 15,199 કરોડ રૂપિયાના IPO પછી તેની સ્ટોક બજારમાં(Stock market) 245 રૂપિયાની ઈશ્યુ પ્રાઈઝની સરખામણીમા 17 ટકા પ્રીમિયમની સાથે 288 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો મારઃ હોમ લોન થશે મોંઘી, દેશની આ અગ્રણી ખાનગી બેંકે વ્યાજ દર વધાર્યા, ગ્રાહકોના EMI વધશે. જાણો વિગતે.

અનિલ અંબાણીની(Anil Ambani) રિલાયન્સ પાવર લિમિટેડ(Reliance power Ltd) ફેબ્રુઆરી 2008માં IPO લાવી હતી. IPO ની સાઈઝ 11,563 કરોડ રૂપિયા હતી. IPO બાદ કંપનીનો સ્ટોક 22 ટકા પ્રીમિયમની સાથે 548 રૂપિયા પર લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ પ્રાઈ 450 રૂપિયા હતી.

GIC ઈન્શ્યોરન્સ કંપનીની ગણતરી પણ દેશના સૌથી  મોટા IPOમાં થાય છે. જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે GIC ઈન્શ્યોરન્સ કંપનીનો IPO ઓક્ટોબર, 2017માં આવ્યો હતો. આ IPOની સાઈઝ  11,176 કરોડ રૂપિયા હતી. જોકે લિસ્ટિંગમાં 912 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીમાં ડિસ્કાઉન્ટ સાથ થઈ હતી. GIC ઈન્શ્યોરન્સ ઈન્ડિયાના સ્ટોક શેર માર્કેટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે 850 રૂપિયામાં લિસ્ટ થયા હતા.

દેશની સૌથી મોટી બેંક SBIની સબસીડીરી SBI કાર્ડસ એન્ડ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડના સ્ટોક થોડા વર્ષ પહેલા બજારમાં લિસ્ટ થયા હતા. કંપની માર્ચ, 2020માં 10.355 કરોડ રૂપિયાના  IPO લાવી હતી. તેના IPOમાં ઈશ્યુ પ્રાઈઝ 755 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે સ્ટોક બજારમાં 13 ટકા નુકસાનની સાથે 658 પર લિસ્ટ થયા હતા.

ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ ભારતની સૌથી મોટી જનરલ ઈન્શ્યોરન્સ કંપની છે. આ કંપનીનો IPO નવેમ્બર 2017માં આવ્યો હતો. તેની સાઈઝ 9,600 કરોડ રૂપિયા હતી. તેના IPO તરફ પણ રોકાણકારોએ મોઢું ફેરવી લીધું હતું અને ડિસ્કાઉન્ટ સાથએ લિસ્ટિંગ થઈ હતી. સ્ટોક માર્કેટમાં તેનો શેર 800 રૂપિયાની ઈશ્યુ પ્રાઈઝ ની સરખામણીમા 6 ટકા ડિસ્કાઉન્ટ સાથે 749 રૂપિયા પર લિસ્ટ થયો હતો. 

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના નહીં પણ મોદીના શાસનમાં થયો કમાલ….  પતંજલિ કે રિલાયન્સ નહીં પરંતુ ખાદી ઉદ્યોગ સમૂહે એફએમસીજી સેક્ટરમાં એક લાખ કરોડનું ટર્ન ઓવર કર્યું.

ગયા વર્ષે શેર માર્કેટમાં ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પણ પોતાનો IPO લાવી હતી. તેનો IPO ગયા વર્ષે જુલાઈ મહિનામાં આવ્યો હતો. તેની સાઈઝ 9,375 કરોડ રૂપિયા હતી. શેર માર્કેટમાં જોકે તેનું પર્ફોમન્સ સારુ રહ્યું નહોતું. પરંતુ તેની લિસ્ટિંગ બમ્પર રહી હતી. ઝોમેટોનો સ્ટોક 76 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝ ની સરખામણીમાં 51 ટકા પ્રીમિયમની સાથે 115 રૂપિયામાં લિસ્ટ થયો હતો.

રિયલ એસ્ટેટ કંપની DLF લિમિટેડ જે દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ ના નામથી ઓળખાય છે. આ કંપનીના  IPOની સાઈઝ 9,188 કરોડ રૂપિયા હતી. તે જુલાઈ 2007માં IPO લાવી હતી. IPO બાદ DLF લિમિટેડનું સ્ટોક બજારમાં 11 ટકા પ્રીમિયમની સાથે 582 રૂપિયા પર લિસ્ટ થઈ હતી. તેની ઈશ્યુ પ્રાઈઝ 525 રૂપિયા હતી.

મ્યુચ્યુઅલ ફંડ કંપની HDFC લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડનો  IPO નવેમ્બર 2017માં આવ્યો હતો. તેના IPOની સાઈઝ 8695 કરોડ રૂપિયા હતી. રોકાણકારોએ મનમૂકીને તેમાં રોકાણ કર્યું હતું. તેનો IPOની ઈશ્યુ પ્રાઈઝ 290 રૂપિયા હતી અને ત્યાર બાદ તેના સ્ટોક 7 ટકા ફાયદાની સાથે 311 રૂપિયા પર લિસ્ટ થયા હતા.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More