News Continuous Bureau | Mumbai
ભારત સહિત અનેક દેશો ક્રિપ્ટો કરન્સીને લઈને ચિંતા વ્યક્ત કરી છે ત્યારે નાણામંત્રી ર્નિમલા સિતારમણે ક્રિપ્ટો કરન્સી મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા છે. નાણામંત્રીએ ક્રિપ્ટોના દુરુપયોગની સંભાવના વ્યક્ત કરતા કહ્યુ છે કે, દેશ આ ડિજિટલ મુદ્રા પર સમજી વિચારીને ર્નિણય કરશે. તેમણે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતુ કે, ક્રિપ્ટો પર ઉતાવળિયો ર્નિણય લેવામાં નહીં આવે. ર્નિમલા સિતારમણે કહ્યુ કે, ક્રિપ્ટો અંગે જે પણ ઉપલબ્ધ માહિતી છે, તેના આધારે યોગ્ય ર્નિણય લેવો પડશે. તેમાં ઉતાવળ નહીં કરી શકાય. ક્રિપ્ટો કરન્સી લાગુ કરવામાં હજુ સમય લાગશે. મંત્રીએ એમ પણ સ્પષ્ટતા કરી કે, સરકાર ‘બ્લોકચેન’ સાથે જોડાયેલા પ્રૌદ્યોગિકને આગળ વધારવા માટે બધી જ રીતે તૈયાર છે. નોંધનીય છે કે, ભારત કેન્દ્રીય બેંકના સમર્થનવાળી ડિજિટલ મુદ્રા રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ૬ વર્ષના બાળકોને જ ધોરણ-૧માં પ્રવેશ અપાશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો ર્નિણય માન્ય રાખ્યો