News Continuous Bureau | Mumbai
કોરોનાના(Covid19) બે વર્ષ બાદ આ વર્ષે લગ્નસરાની સીઝનમાં(Wedding season) વેપારીઓને સારા વેપારની આશા હતી, પરંતુ સિઝન શરૂ થતાં જ કોરોનાના કેસમાં(Covid cases) વધારો થતાં વેપારી વર્ગમાં ચિંતા વ્યાપી ગઈ છે. લાંબા સમય પછી લાંબી લગ્નની સિઝન શરૂ થઈ છે, જેમાં વિવિધ બજારોના લાખો વેપારીઓ દેશભરમાં પાંચ લાખ કરોડથી વધુનો વેપાર કરે તેવી અપેક્ષા છે, જેમાંથી મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) જ 50 થી 55 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ(Buisness) થવાની સંભાવના છે. પરંતુ ઘણા રાજ્યોમાં કોવિડે ફરી ઉથલો મારતા સારા કારોબારની આશા ઠગારી નીવડવાની ચિંતા વેપારીઓને સતાવવા માંડી છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહાનગર મુંબઈના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે(Shankar thakkar) જણાવ્યું હતું કે કોવિડ ને લગતા પ્રતિબંધોને(restriction) સંપૂર્ણ રીતે હટાવ્યા બાદ આ પહેલી વખત બન્યું છે જ્યારે મુંબઈ સહિત દેશભરના વેપારીઓ(Traders) છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને(Covid outbreak) કારણે થયેલા મોટા નુકસાન માટે વળતર ની આશા છે. પરંતુ બરાબર લગ્નની મોસમમાં કોવિડ ચેપના કેસોમાં વધારો ચિંતાનું કારણ બન્યો છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં CAITના મેટ્રોપોલિટન જનરલ સેક્રેટરી(General secretary) તરુણ જૈને(Tarun jain) જણાવ્યું હતું કે આ ત્રણ મહિનાની મેરેજ સિઝનમાં લગભગ પાંચ લાખ લગ્નો થવાના છે, તેમાં પ્રત્યેક લગ્નમાં સરેરાશ બે લાખ રૂપિયાનો ખર્ચ થાય એવી શક્યતા છે. લક્ઝરી સાથે મોંઘા લગ્ન પણ થશે. એકંદરે આ સિઝનમાં બજારોમાં લગ્નની ખરીદી દ્વારા આશરે રૂ. 5 લાખ કરોડની આવક થવાની ધારણા છે.
આ સમાચાર પણ વાંચો : જો એલન મસ્કે ટ્વિટરના ભારતીય સીઈઓ પરાગ અગ્રવાલને કાઢવાની હિમાકત કરી તો ચૂકવવા પડશે આટલા કરોડ રૂપિયા. જાણો રસપ્રદ વિગત.. જાણો વિગતે
CAITની પ્રેસ રિલીઝ માં મેટ્રોપોલિટન(Metropolitan ) વાઇસ પ્રેસિડેન્ટ દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ખાસ કરીને લગ્નની સિઝનમાં ઘરેણાં, સાડીઓ, લહેંગા, તૈયાર વસ્ત્રો, કપડાં, પગરખાં, લગ્નના કાર્ડ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, લગ્નમાં વપરાતી પૂજાની વસ્તુઓ, કરિયાણા, ખાદ્યપદાર્થો, શણગારની વસ્તુઓ, ઈલેક્ટ્રીકલ સામાન, ઈલેક્ટ્રોનિક્સ અને ઘણી બધી ભેટ સોગાદો. વસ્તુઓ વગેરેનો મોટા જથ્થામાં વેપાર થવાની અપેક્ષા છે. આ સાથે ઈવેન્ટ મેનેજમેન્ટ પણ એક મોટા બિઝનેસ તરીકે ઉભરી આવ્યું છે. પરંતુ કોવિડના કેસમાં વધારો થવાને કારણે આ ધંધાને ફરી અસર ના થાય તેની ચિંતા સતાવી રહી છે.